RTE ACT 2012 મુજબ ધોરણ 1 માં પ્રવેશ બાબત શું થયા ફેરફાર, જાણો સંપૂર્ણ વિગત

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા તમામ બિન સ૨કા૨ી અનુદાનિત અને બિન અનુદાનિત પ્રાથમિક શાળાઓને જાણ કરવામાં આવેલ છે કે ગુજરાત RTE ACT 2012 ના નિયમ ક્રમાંકઃ ૩ માં થયેલ સુધા૨ા અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં જે બાળકની ઉંમર ૧ જુન નાં રોજ ૬ વર્ષથી ઓછી હશે તેવા બાળકને ધોરણ-૧ માં પ્રવેશ આપી શકાશે નહીં.

આથી, પ્રસ્તુત બાબતે પુનઃ જણાવવામાં આવે છે કે, તમામ પ્રાથમિક શાળાઓ દ્વા૨ા શૈક્ષણીક વર્ષ ૨૦૨૩-૨૪ માં ધોરણ-૧ માં પ્રવેશ આપવાની કાર્યવાહી કરવામાં આવે ત્યારે શૈક્ષણીક વર્ષ ૨૦૨૩-૨૪ માં ૧ જુન નાં રોજ ૬ વર્ષની ઉમર પૂર્ણ થયેલ હોય તેવા જ બાળકને શૈક્ષણીક વર્ષ ૨૦૨૩-૨૪ માં ધો૨ણ-૧ માં પ્રવેશ આપવાનો રહેશે. જે બાળકની વય ૧ જુન નાં રોજ ૬ વર્ષથી ઓછી હશે તેવા બાળકને ધોરણ-૧ માં પ્રવેશ આપી શકાશે નહીં. જેની ખાસ નોંધ લેવા જણાવવામાં આવે છે. આ અંગેની સમગ્ર જવાબદારી શાળાની રહેશે.

RTE ACT 2012


Playgroup, Nursery, Jr.KG, Sr.KG પ્રવેશ 

તેમજ વાલીઓને પણ સલાહ આપવાની રહેશે કે, જો કોઈ વાલી પોતાના પાલ્યને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અપાવવા માંગતા હોય તો. શિક્ષણ વિભાગના સદર જાહેરનામાને ધ્યાને લઈ શાળાઓ દ્વારા જે તે બાળકને પૂર્વ પ્રાથમિક (Playgroup, Nursery, Jr.KG, Sr.KG)માં એવી રીતે પ્રવેશ આપવામાં આવે કે જ્યારે તે બાળક પૂર્વ પ્રાથમિક શિક્ષણ પુર્ણ કરે અને ધોરણ-૧માં પ્રવેશ મેળવવાની કાર્યવાહી કરે ત્યારે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ૧ જૂનનાં રોજ ૬ વર્ષની ઉંમર પૂર્ણ થયેલ હોય. જો કોઈ શાળાઓ દ્વારા સદર જાહેરનામાને ધ્યાને લીધા સિવાય પ્રવેશ આપશે અને શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં જે તે વિદ્યાર્થી પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી ધોરણ-૧માં પ્રવેશ મેળવવા કાર્યવાહી કરે ત્યારે તે બાળકની વય ૧ જૂનનાં રોજ ૬ વર્ષથી ઓછી હશે તો પ્રવેશ મળી શકશે નહી. અને જે તે વિદ્યાર્થીને પુનઃ ૧ વર્ષ પૂર્વ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ કરવો પડશે. આથી, વાલી અને શાળા તેમજ કચેરી સાથે સંઘર્ષનું વાતાવરણ ઉભુ થશે. ટૂંકમાં, શૈક્ષણિક ૨૦૨૩-૨૪થી ૧ જુનનાં રોજ જે બાળકની ઉંમરનું ૬ઠું વર્ષ પુરુ થયુ ન હોય તેવા બાળકને સામાન્ય રીતે પ્રારંભિક શાળામાં ધોરણ-૧માં પ્રવેશ આપવામાં આવશે નહીં. આથી, સદર જાહેરનામાથી આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળઓ માહિતગાર થાય તે મુજબની કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!