ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠ્યા આ સાત રાજ્યો : MyGujju

ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠ્યા આ સાત રાજ્યો 

દિલ્હી-ઉતર પ્રદેશ-ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોની ધરા ભૂકંપથી ધ્રુજી ઉઠી, નેપાળમાં 4 બાળકો સહિત 6નાં મોત
ભારત માં દિલ્હી, યુપી, બિહાર, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર ના ઘણા શહેરો માં ભૂકંપ ના આંચકા અનુભવાયા. ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું. આવી સ્થિતિમાં સૌથી વધુ તબાહીના સમાચાર નેપાળ માંથી જ સામે આવી રહ્યા છે. અહીંના ડોટી માં એક મકાન ધરાશાયી થતાં 6 લોકોના મોત થયા છે.

ભૂકંપ

T20 World Cup: ચેમ્પિયન ટીમ પર થશે પૈસાનો વરસાદ, જાણો કઈ ટીમને મળશે કેટલા પૈસા 

ભારત, ચીન અને નેપાળ માં મંગળવારે મોડી રાતે 1.57 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 સુધી માપવામાં આવી. ભારત માં દિલ્હી, યુપી, બિહાર, ઉત્તરાખંડ, દિલ્હી, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર ના ઘણા શહેરોમાં ભૂકંપ ના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ નું કેન્દ્ર નેપાળ હતું. આવી સ્થિતિ માં સૌથી વધુ તબાહી ના સમાચાર નેપાળ માંથી જ સામે આવી રહ્યા છે. અહીંના ડોટી માં એક મકાન ધરાશાયી થતાં 6 લોકોના મોત થયા છે. ઉત્તરાખંડ ના પિથોરાગઢ માં બુધવારે સવારે 6.27 કલાકે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આફ્ટરશોક્સ ની તીવ્રતા 4.3 હતી.

IPO: Kaynes Technology નો ઈશ્યુ આ અઠવાડિયે ખુલશે,જાણવા જેવી મુખ્ય બાબતો 

6.3 ની તીવ્રતના અનુભવાયા આંચકા

ભારત માં નેપાળ સરહદ ને અડીને આવેલા ઉત્તરાખંડ ના પિથોરાગઢ પાસે સૌથી તેજ 6.3 તીવ્રતા ના ભૂકંપ ના આંચકા અનુભવાયા હતા. આ સાથે જ સમગ્ર ઉત્તર ભારત માં પણ ભૂકંપ ના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પિથોરાગઢ થી લગભગ 90 કિમી દૂર નેપાળમાં હતું.

ભારત માં ક્યાં ક્યાં અનુભવાયા આંચકા?

ભારત માં દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ માં પણ ભૂકંપ ના આંચકા અનુભવાયા. લખનઉમાં પણ ભૂકંપ ના આંચકા એ લોકોની ઊંઘ ઉડાડી દીધી હતી. USGS અનુસાર, ભૂકંપ નું કેન્દ્ર નેપાળના દિપાયલથી 21 કિમી દૂર હતું. અહીં મંગળવારે મોડી સાંજે પણ ભૂકંપ ના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 4.9 અને 3.5 હતી. આ પહેલા ઉત્તરાખંડ માં રવિવારે સાંજે પણ ભૂકંપ ના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપ થી નેપાળમાં સૌથી વધારે નુકસાન

નેપાળ માં ભૂકંપ થી સૌથી વધુ નુકસાન ના સમાચાર છે. અહીંના ડોટીમાં ભૂકંપના આંચકા ને કારણે એક મકાન ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે. જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. ડોટી માં 6.6ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મૃતકો માં એક જ પરિવારના 3 લોકોનો સમાવેશ થાય છે. ભૂકંપ માં ઈજાગ્રસ્ત  થયેલા લોકોને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે.

7 રાજ્યો ના સંપર્ક માં ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલય ના કંટ્રોલ રૂમે ભૂકંપથી પ્રભાવિત રાજ્યો પાસેથી જાણકારી મેળવી છે. અત્યાર સુધી દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ માંથી કોઈ પણ જાનહાની કે નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. ગૃહ મંત્રાલય સતત રાજ્યોના સંપર્ક માં છે.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!