ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના ફોર્મ ભરવાની અને ફી ની માહિતી: MyGujju

ધોરણ  ૧૦ અને ૧૨ ના ફોર્મ ભરવાની અને ફી ની માહિતી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ખાતે નોંધાયેલ વિજ્ઞાન પ્રવાહ ધરાવતી રાજયની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે, ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહ માર્ચ-૨૦૨૩ ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઇન નીચે મુજબની તારીખથી ભરવાના શરૂ થશે.

 ઓનલાઇન આવેદન

આરંભ તારીખ:-૧૦/૧૧/૨૦૨૨ ના રોજ બપોરે ૧૪:૦૦ કલાક થી 

અંતિમ તારીખ: ૦૯/૧૨/૨૦૨૨ ના રોજ રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી

 બોર્ડની વેબસાઇટ gseb.org પરથી ભરી શકાશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લઇ સમય મર્યાદામાં આવેદનપત્રો ભરવા જણાવવામાં આવે છે. ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહના તમામ નિયમિત તથા રીપીટર વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજીયાત ઓનલાઇન ભરવાના રહેશે.

 ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષા ફી ની માહિતી,વિદ્યાર્થીના ફી નો દર નીચે મુજબ છે.

૧) નિયમિત વિદ્યાર્થી : રૂ. ૬૦૫/- ફી

૨) નિયમિત રીપીટર (એક વિષય) : રૂ. ૧૮૦/- ફી

૩) નિયમિત રીપીટર (બે વિષય) : રૂ. ૩૦૦/-ફી

૪) નિયમિત રીપીટર (ત્રણ વિષય). રૂ. ૪૨૦/- ફી

૫) નિયમિત રીપીટર (ત્રણ વિષય કરતા વધારે): રૂ. ૬૦૫/- ફી

  • ઉપરોકત દર્શાવેલ ફી ઉપરાંત પ્રાયોગિક વિષયની ફી પ્રાયોગિક વિષયદીઠ રૂ.૧૧૦/ રહેશે.
  • ઉપરોકત તમામ ફી માંથી વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રી દ્વારા પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવેલ છે.
  • ઉપરોકત ફી માં લેઇટ ફી નો સમાવેશ થતો નથી.

T20 World Cup: ચેમ્પિયન ટીમ પર થશે પૈસાનો વરસાદ, જાણો કઈ ટીમને મળશે કેટલા પૈસા 

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ પરીક્ષા ફી ની માહિતી,વિદ્યાર્થીના ફી નો દર નીચે મુજબ છે.

૧. નિયમિત વિદ્યાર્થી : રૂ.૪૯૦/- ફી

૨. નિયમિત રીપીટર (એક વિષય): રૂ.૧૪૦/-

૩. નિયમિત રીપીટર (બે વિષય): રૂ.૨૨૦/- ફી

૪. નિયમિત રીપીટર (ત્રણ વિષય):રૂ.૨૮૫/- ફી

૫. નિયમિત રીપીટર (ત્રણ વિષય કરતા વધારે) : રૂ.૪૯૦/- ફી

૬. પૃથ્થક ઉમેદવાર (એક વિષય) :રૂ.૧૪૦/- ફી

૭. પૃથ્થક ઉમેદવાર (બે વિષય): રૂ.૨૨૦/- ફી

૮. પૃથ્થક ઉમેદવાર (ત્રણ વિષય): રૂ.૨૮૫/- ફી

૯. ખાનગી ઉમેદવાર (નિયમિત) રૂ.૮૭૦/- ફી

૧૦.ખાનગી રીપીટર (એક વિષય): રૂ.૧૪૦/- ફી

૧૨.ખાનગી રીપીટર (બે વિષય) : રૂ.૨૨૦/- ફી

૧૩.ખાનગી રીપીટર (ત્રણ વિષય): રૂ.૨૮૫/- ફી

૧૪. ખાનગી રીપીટર (ત્રણ કરતા વધુ વિષય): રૂ.૪૯૦/- ફી

  • ઉપરોકત તમામ ફી માંથી વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રી દ્વારા પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવેલ છે.
  • ઉપરોકત ફી માં લેઇટ ફી નો સમાવેશ થતો નથી.
  • પ્રાયોગિક વિષયની વિષયદીઠ ફી રૂ.૧૦/-(રૂ. દસ) રહેશે.
  • ઉપરોકત ફી માં લેઇટ ફી નો સમાવેશ થતો નથી.

ધોરણ-૧૦ પરીક્ષા ફી ની માહિતી,વિદ્યાર્થીના ફી નો દર નીચે મુજબ છે.

૧) નિયમિત વિદ્યાર્થી: રૂ.૩૫૫/- ફી

૨) નિયમિત રીપીટર (એક વિષય) : રૂ.૧૩૦/- ફી

૩) નિયમિત રીપીટર (બે વિષય): રૂ.૧૮૫/- ફી

૪) નિયમિત રીપીટર (ત્રણ વિષય):રૂ.૨૪૦/- ફી

૫) નિયમિત રીપીટર (ત્રણ વિષય કરતા વધારે): રૂ.૩૪૫/-ફી

૬) પૃથ્થક ઉમેદવાર (એક વિષય):રૂ.૧૩૦/-ફી 

૭) પૃથ્થક ઉમેદવાર (બે વિષય): રૂ.૧૮૫/- ફી

૮) પૃથ્થક ઉમેદવાર (ત્રણ વિષય):રૂ.૨૪૦/-ફી

૯) ખાનગી ઉમેદવાર (નિયમિત):રૂ.૭૩૦/-ફી

૧૦)ખાનગી રીપીટર (એક વિષય):રૂ.૧૩૦/-ફી

૧૧)ખાનગી રીપીટર (બે વિષય):રૂ.૧૮૫/-ફી

૧૨)ખાનગી રીપીટર (ત્રણ વિષય):રૂ.૨૪૦/-ફી

૧૩)ખાનગી રીપીટર (ત્રણ કરતા વધુ વિષય):રૂ.૩૪૫/-ફી

  • ઉપરોકત તમામ ફી માંથી વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રી દ્વારા પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવેલ છે.
  • ઉપરોકત ફી માં લેઇટ ફી નો સમાવેશ થતો નથી.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!