મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર ખેલાડી કિરોન પોલાર્ડે IPL માંથી નિવૃત્તિ લીધી : MyGujju

Ipl


  • T20ના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડનીIPLમાંથી વિદાઈ
  • પોલાર્ડ 13 વર્ષ સુધી મુંબઈ ઈન્ડિયન્સ માટે રમ્યો, પાંચ
  • ટ્રોફી જીતી મુંબઈ ઇન્ડિયન્સમાં પોલાર્ડ હવે બેટિંગ કોચની ભૂમિકા ભજવશે
ગુજરાત ભાજપે વધુ 12 ઉમેદવારોની કરી જાહેરાત, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ 

વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ખેલાડી કિરોન પોલાર્ડે IPLને અલવિદા કહી દીધું છે. મંગળવારે (15 નવેમ્બર), કિરોન પોલાર્ડે તેની નિવૃત્તિની જાહેરાત કરી હતી અને તે હવે મુંબઇ ઇન્ડિયન્સ સાથે નવી ભૂમિકામાં જોવા મળશે.

કિરોન પોલાર્ડે IPLને અલવિદા કહ્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની રિટેન્શન લિસ્ટ બહાર આવે તે પહેલા જ મોટો ધડાકો થયો છે. IPLના સૌથી મોટા ખેલાડીઓમાંથી એક કિરોન પોલાર્ડે ટૂર્નામેન્ટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે, એટલે કે હવે તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમતો જોવા મળશે નહીં. મુંબઇ ઇન્ડિયન્સ તરફથી 13 વર્ષ સુધી રમનાર કિરોન પોલાર્ડ હવે ટીમનો બેટિંગ કોચ બની ગયો છે.

ગુજરાતની આ બેઠક પર 32 વર્ષથી હાર્યો નથી આ ઉમેદવાર, જાણો આ કોણ છે આ ઉમેદવાર 

પોલાર્ડે ટ્વિટર પર નિવૃત્તિની કરી જાહેરાત

કિરોન પોલાર્ડે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર નિવૃત્તિ સંબંધિત માહિતી આપી છે. કિરોન પોલાર્ડનું કહેવું છે કે મારા માટે આ સરળ નિર્ણય નથી રહ્યો, પરંતુ મુંબઇ ઇન્ડિયન્સ સાથે લાંબી ચર્ચા કર્યા બાદ હું એ નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે હવે હું IPLમાં નહીં રમીશ. જો હું મુંબઇ ઇન્ડિયન્સ સાથે નહીં રમી શકું તો હું કોઈની સાથે નહીં રમીશ.

મુંબઈ ઇન્ડિયન્સના બેટિંગ કોચનું પદ સ્વીકાર્યું

કિરોન પોલાર્ડે લખ્યું કે મુંબઇ ઇન્ડિયન્સે ઘણું બધું હાંસલ કર્યું છે અને હવે તેઓ પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે. આ કોઇ ભાવનાત્મક વિદાય નથી કારણ કે મેં મુંબઇ ઇન્ડિયન્સના બેટિંગ કોચનું પદ સ્વીકાર્યું છે. તે મુંબઇ અમીરાત સાથે પણ રમતો જોવા મળશે.

IPLનો દિગ્ગજ પોલાર્ડ

કિરોન પોલાર્ડને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં દિગ્ગજ ખેલાડી તરીકે જોવામાં આવે છે, તે શરૂઆતથી જ મુંબઇ ઇન્ડિયન્સ સાથે સંકળાયેલો હતો. કિરોન પોલાર્ડે વર્ષ 2010માં દિલ્હીની ટીમ સામે ડેબ્યુ કર્યું હતું, જ્યારે વર્ષ 2022માં તેણે તેની છેલ્લી IPL મેચ કોલકાતાની ટીમ સામે રમી હતી.

ભારતના શ્લોક મુખર્જી બન્યા લાખોમાં નંબર વન, બનાવ્યું એવું ડૂડલ કે તમે પણ કહેશો વાહ 

IPLનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર

IPLના રેકોર્ડ પર નજર કરીએ તો તેણે કુલ 189 IPL મેચ રમી હતી, જેમાં તેણે 16 અડધી સદી સહિત 3,412 રન બનાવ્યા હતા. પોલાર્ડના નામે IPLમાં કુલ 223 સિક્સર છે, તેણે બોલિંગમાં પણ કમાલ પ્રદર્શન કરી કુલ 69 વિકેટ લીધી હતી. આ જ કારણ છે કે કિરોન પોલાર્ડની ગણતરી IPLના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં થાય છે.

પાંચ ચેમ્પિયન ટ્રોફી જીતી

પોતાના બેટથી તો ક્યારેક બોલ અને અદભૂત ફ઼િલ્ડિંગથી મેચને પલટાવવાની ક્ષમતા ધરાવતા કિરોન પોલાર્ડે હંમેશા દર્શકોના દિલ જીતી લીધા હતા. મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતા કિરોન પોલાર્ડ 2013, 2015, 2017, 2019, 2020ની ચેમ્પિયન ટીમનો ભાગ હતો. તે 2011, 2013માં ચેમ્પિયન્સ લીગ જીતનારી ટીમનો પણ ભાગ હતો.

IPL ફાઈનલનો બાદશાહ હતો કિરોન પોલાર્ડ

  •  2010 ફાઇનલ - 10 બોલમાં 27 રન
  • 2013 કાઇનલ - 32 બોલ 60 રન
  • 2015 ફાઇનલ - 18 બોલ 36 રન
  • 2019 ફાઇનલ - 25 બોલમાં 41 રન

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!