હોમગાર્ડ અને GRDના જવાનોના વેતન વધારાનો વધુ એક ગુજરાત સરકાર નો મહત્વનો નિર્ણય
બરાબર ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા જ હોમગાર્ડ અને GRDના જવાનોના વેતન વધારા માટે ગુજરાત સરકાર દ્વારા આજે મોટી જાહેરાત કરી
- હોમગાર્ડ અને GRDના જવાનોના વેતન વધારા માટે ગુજરાત સરકારની જાહેરાત
- હોમગાર્ડ જવાનોને 300ના બદલે પ્રતિદિન 450 રૂ વેતન મળશે
- GRD ના જવાનોને પ્રતિદિન 200 ના બદલે 300 રૂ વેતન મળશે
- CM દ્વારા હોમગાર્ડ અને GRDના જવાનોના વેતન વધારા માટે ગુજરાત સરકારની જાહેરાત
8 નવેમ્બરે થશે ચંદ્રગ્રહણ, જાણો કઈ રાશિ માટે રહેશે ભાગ્યશાળી
જાણો કેટલું વઘ્યું હોમગાર્ડ અને GRDના જવાનોનું વેતન
વિધાનસભા ચૂંટણી પહેલા હોમગાર્ડ અને GRDના જવાનોના વેતન વધારા માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હોમગાર્ડ અને GRDના જવાનો માટે સરકારે આજે ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરી છે. જેથી હવે હોમગાર્ડ જવાનોને 300ના બદલે પ્રતિદિન 450 રૂ વેતન મળશે તો GRD જવાનોને પ્રતિદિન 200 ના બદલે 300 રૂ વેતન મળશે.
સોના ની કિંમતોમાં આવી શકે છે ભારે ઘટાડો, જાણો ક્યાં સુધી થશે ઘટાડો
CM દ્વારા હોમગાર્ડ અને GRDના જવાનોના વેતન વધારા ને લઈ જાહેરાત
રાજ્ય ના મુખ્યમંત્રી દ્વારા આજે બરાબર ચૂંટણી ની તારીખ જાહેર થાય તે પહેલા જ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. CM દ્વારા હોમગાર્ડ અને GRDના જવાનોના વેતન વધારા ને લઈ જાહેરાત કરાઇ છે. જે મુજબ હવે હોમગાર્ડ જવાનો ને 300 ના બદલે પ્રતિદિન 450 રૂ. વેતન મળશે. આ સાથે GRD જવાનોને પ્રતિદિન 200ના બદલે 300 રૂ. વેતન મળશે. જોકે મહત્વ નું છે કે, આ વધારો 1 નવેમ્બર 2022 થી ગણાશે.
આજે જાહેર થશે ચૂંટણીની તારીખ ?
છેલ્લા કેટલાય દિવસો થી જેની રાહ જોવાઇ રહી હતી તેનો કદાચ આજે અંત આવી શકે છે. એટલે કે આજ રોજ ગુજરાત વિધાનસભા ની ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે. આજે બપોરના 12 વાગ્યે ચૂંટણી પંચ પત્રકાર પરિષદ યોજી ચૂંટણી ની તારીખો જાહેર કરી શકે છે.દિલ્હી ખાતે ચૂંટણીપંચ પત્રકાર પરિષદ માં વિધાનસભા ચૂંટણી ની તારીખો જાહેર કરશે. તમને જણાવી દઇએ કે, ગુજરાત ની ચૂંટણી 2 તબક્કામાં યોજાઈ શકે છે. જ્યારે ડિસેમ્બરના અંત સુધી માં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ શકે છે.
0 ટિપ્પણીઓ