આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી તરીકેના ઉમેદવારની જાહેરાત
આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માટેના પોતાના મુખ્યમંત્રી તરીકેના ઉમેદવાર માટે પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવેલ, આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટી દ્વારા પોતાના પક્ષના મુખ્યમંત્રી તરીકેના ઉમેદવાર તરીકે ઈશુદાન ગઢવીનું નામ જાહેર કરવામાં આવેલ છે.
ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા છે. તેઓ ગુજરાતી મીડિયાના લોકપ્રિય પત્રકાર હતા. દૂરદર્શનમાં તેમણે યોજના કાર્યક્રમ કર્યો હતો જે બાદ ઈટીવી ગુજરાતીમાં ફરજ બજાવતા હતા.
IT રિટર્ન ફાઇલ કરનારા કરદાતા ઓને મોટી રાહત, જાણો CBDTએ શું લીધો મોટો નિર્ણય
29 ઓક્ટોબરે કેજરીવાલે સુરતમાં માંગ્યો હતો જનતાનો અભિપ્રાય
ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલે 29 ઓક્ટોબરના રોજ સુરત માં પ્રેસ કોન્ફરન્સ કરી લોકોને પૂછ્યું હતું કે તેઓ કોને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. ત્યારે તેઓએ જનતા નો અભિપ્રાય જાણવા માટે એક નંબર પણ જાહેર કર્યો હતો, જેની પર લોકો 3 નવેમ્બરની સાંજ એટલે કે ગઇકાલના રોજ ગુરુવાર સુધી કોલ અને વોટ્સએપ દ્વારા પોતાનો અભિપ્રાય માંગ્યો હતો.
જુઓ ઇસુદાન ગઢવી ની પત્રકારત્વથી લઇને રાજકારણ સુધીની સફર
ઇશુદાન ગઢવી કે જેઓ જામખંભાળિયા તાલુકાના પિપળીયા ગામના વતની છે. તેમના પિતા ખેરાજભાઇ ગઢવી એક સામાન્ય ખેડૂત હતા. ઇસુદાન ગઢવીએ 2005માં જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ તેઓ દૂરદર્શનનાં 'યોજના' નામના કાર્યક્રમમાં જોડાયા હતા. 2005માં હૈદરાબાદ ખાતે તેઓ ETV ગુજરાતીમાં જોડાયા હતા. 2007થી 2011 દરમિયાન તેઓએ પોરબંદરમાં ETV ગુજરાતીના પત્રકાર તરીકે કામ કર્યું હતું. 2011થી 2015 દરમ્યાન ઇસુદાન ગઢવીએ ન્યુઝ ચેનલમાં પોલિટિકલ અને ગવર્નન્સ રીલેટેડ સ્ટેટ બ્યુરો ચીફ તરીકે ગાંધીનગરમાં જોડાયા હતા. બાદમાં 2015માં VTVમાં તેઓ ગુજરાતી મીડિયાનાં સૌથી યુવા ચેનલ હેડ તરીકે જોડાયા હતા.
ગુજરાતમાં ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ જાહેર કરેલી અત્યાર સુધી ની ઉમેદવારોની યાદી
આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધી ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માટેના મોટા ભાગના ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવેલ છે.
0 ટિપ્પણીઓ