અમદાવાદથી ઉદયપુર જતી ટ્રેન સેવાનો પ્રારંભ,જાણો ટિકિટ બુકિંગ માહિતી

અમદાવાદથી ઉદયપુર જતી ટ્રેન સેવાનો પ્રારંભ

Ahmedabad to Udaipur Train:અમદાવાદથી ઉદયપુર રેલ્વે હાલની નોન-બ્રોડગેજ રેલ્વે લાઈનોને બ્રોડગેજમાં રૂપાંતરિત કરી રહી છે. ત્યારે પશ્ચિમ રેલવેએ અસારવા-હિંમતનગર-ઉદેપુર અને લુણીધાર-જેતલસર સેક્શનનું ગેજ કન્વર્ઝનનું કામ પૂર્ણ કર્યું છે.

રેલ્વે હાલની નોન-બ્રોડગેજ રેલ્વે લાઈનોને બ્રોડગેજમાં રૂપાંતરિત કરી રહી છે. ત્યારે પશ્ચિમ રેલવેએ અસારવા-હિંમતનગર-ઉદેપુર અને લુણીધાર-જેતલસર સેક્શનનું ગેજ કન્વર્ઝનનું કામ પૂર્ણ કર્યું છે. પશ્ચિમ રેલવે દ્વારા નવી રૂપાંતરિત અસારવા-ઉદયપુર લાઇન પર પેસેન્જર ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અસારવા અને ઉદયપુર વચ્ચે વિશેષ એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે.

IND vs BAN: T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની ડૂબતી હોડીને આ ખેલાડી બચાવશે, બાંગ્લાદેશ સામે રમવાનું નક્કી કર્યું!

અમદાવાદથી ઉદયપુર જતી ટ્રેન ટ્રેન ક્યાં-ક્યાં ઊભી રહેશે?

Ahmedabad to Udaipur Train


ટ્રેન નંબર 09477 અસારવા - ઉદયપુર સિટી એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન અસારવાથી સાંજે 6 કલાકે ઉપડશે અને રાતના 12 વાગ્યે ઉદયપુર શહેર પહોંચશે. આ ટ્રેનમાં સરદારગ્રામ, નરોડા, નાંદોલ-દહેગામ, તલોદ, પ્રાંતિજ, હિંમતનગર, શામળાજી રોડ, બેછીવારા, ડુંગરપુર, રીખબદેવ રોડ, સેમરી, જય સમંદ રોડ, જાવર અને ઉમરા સ્ટેશન પર ઊભી રહેશે. આ ટ્રેનમાં એસી-2 ટાયર, એસી-3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. ટ્રેન નંબર 09609 ઉદયપુર સિટી –અસારવા એક્સપ્રેસ ઉદયપુર શહેરથી સાંજે 6 કલાકે ઉપડશે અને રાતે 12 વાગ્યે અસારવા પહોંચશે.

ગુજરાત સરકાર દ્વારા આજે શું લેવાયો મોટો શૈક્ષણિક નિર્ણય,જાણો સંપૂર્ણ વિગત.

અમદાવાદથી ઉદયપુર જતી ટ્રેન ટિકિટ બુકિંગ ચાલુ થઈ ગયું છે

અસારવા - ઉદેપુર અને ઉદેપુર -અમદાવાદ ટ્રેનનું ટિકિટ બુકીંગ શરૂ થઈ ગયું છે.  તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પરથી ટિકિટ બુકીંગ કરવી શકશે. વધુ માહિતી માટે  www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે. જો કે, ટ્રેન દરરોજ ચાલશે. જેના કારણે મુસાફરો માટે ટ્રેનની સુવિધા મળી રહેશે.

યુનિફોર્મ સિવિલ કોડ શું છે,જાણો સંપૂર્ણ વિગત,ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની તૈયારીઓ.

અમદવાદથી ઉદયપુર  ટ્રેન મુસાફરો માટે વધુ એક સુવિધા

અમદાવાદ અસારવા -હિંમતનગર-ઉદેપુર વિભાગનો પ્રારંભ વિસ્તારના લોકો માટે વરદાન સાબિત થશે. 299 કિમીનો આ વિભાગ રૂપિયા 2482.38 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે અને ટ્રેન સેવા શરૂ થતાં મુસાફરોને વધુ એક સારી સુવિધા મળી રહેશે.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!