Seventh pay third installment declare Gujarat government
રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને સાતમા કેન્દ્રીય પગારપંચની ભલામણો પ્રમાણે સુધારેલ પગા૨ ધોરણનો લાભ વંચાણે લીધા ક્રમાંક(૧) સામેના તા.૧૬/૦૮/૨૦૧૭ના ઠરાવથી આપવામાં આવેલ છે. આ ઠરાવની શ૨ત નં(૫) થી તા.૦૧/૦૧/૨૦૧૬ થી તા.૩૧/૦૭/૨૦૧૭ સુધીના સમયગાળાના પગાર તફાવતની રકમ પાંચ શ૨ખા વાર્ષિક હપ્તામાં, રાજ્ય સરકાર દ્વારા તફાવતની રકમ ચૂકવવા અંગે જે નિર્ણય લેવામાં આવે તે અનુગ્ગાર ચૂકવવામાં આવશે તેવી જોગવાઇ કરેલ છે. વિભાગના વંચાણે લીધા કમાંક (૨) સામેના તા.૧૫/૧૧/૨૦૧૮ના ઠરાવથી બિન સરકારી માર્થામક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને
તા.૦૧/૦૧/૨૦૧૬ થી તા.૩૧/૦૭/૨૦૧૭ના સમયગાળાના પગાર તફાવતની રકમના પાંચ સરખા વાર્ષિક હમામાં ચૂકવણી કરવાનું ઠરાવેલ છે તેમજ પાંચ સરખા વાર્ષિક મા પૈકી પ્રથમ વાર્ષિક હંમાની ચૂકવણી કરવાની મંજૂરી આપવામાં આવેલ છે. વિભાગના વંચાણે લીધા ક્રમાંક(૩) સામેના તા.૧૦/૦૨/૨૦૨૨ના ઠરાવથી તા.૦૧/૦૧/૨૦૧૬ થી તા.૩૧/૦૭/૨૦૧૭ના સમયગાળાના પગાર તફાવતની રકમના બીજા હપ્તાની ચૂકવણી કરવાની મંજૂરી આપવામાં આવેલ છે.
Seventh pay Salary calculation online
રાજ્યની બિન સરકારી અનુદાનિત માર્થામક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને તા.૦૧/૦૧/૨૦૧૬ થી તા.૩૧/૦૭/૨૦૧૭ સુધીના સમયગાળાના પગાર તફાવતની રકમના ત્રીજા હપ્તાની ચૂકવણી કરવાની બાબત સ૨કા૨શ્રીની વિચારણા હેઠળ હતી.
ઠરાવ: પુખ્ત વિચારણાને અંતે, રાજ્યની બિન સ૨કા૨ી અનુનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને તા.૦૧/૦૧/૨૦૧૬ થી તા.૩૧/૦૭/૨૦૧૭ના સમયગાળાના પગાર તફાવતની રકમના પાંચ સરખા વાર્ષિક મા પૈકી ત્રીજા હપ્તાની ઓક્ટોબર-૨૦૨૨માં ચૂકવણી કરવાની આથી મંજૂરી આપવામાં આવે છે.
0 ટિપ્પણીઓ