ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB) દ્વારા ધોરણ-11 વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ આપવાની સૂચનાઓ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB) દ્વારા ધોરણ-11 વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ આપવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે. શૈક્ષણિક વર્ષ-2022-23માં ધોરણ-11 વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ અંગે પત્રક્રમાંક: મઉમશબ/ સંશોધન /2022/3733-67 તા.07/06/2022થી નીચે મુજબ પરિપત્ર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓને અત્રેથી જાણ કરવામાં આવેલ છે. ઉંક્ત પરિપત્રના મુદ્દા નં.1માં નીચેની જોગવાઇ દર્શાવેલ છે.
(1) જે વિદ્યાર્થીએ ધોરણ-10 ગણિત બેઝિક સાથે પાસ કરેલ હોય તે ધોરણ-11 વિજ્ઞાનપ્રવાહમાં "B" ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે, પરંતુ “A” અથવા “A” ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે નહી. ઉક્ત વિગતે CBSE માં Mathematic Basic સાથે અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓના પ્રવેશ માટે મુદ્દા નં.(1) અન્વયે નીચે મુજબની સ્પષ્ટતા અનુસાર પ્રવેશની કાર્યવાહી કરવાની થાય છે.
ગુજરાત TET 2022 પરીક્ષા વિશેની માહિતી.
GSEB દ્વારા CBSE ના વિદ્યાર્થીઓને ધોરણ-11 વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ આપવાની સૂચનાઓ
સરકારી પેન્શન કર્મચારીઓ માટે ખુશ ખબર, મૂડિકૃત રૂપાંતર રકમ ભરપાઈ માં ઘટાડો
CBSE બોર્ડમાં જે વિદ્યાર્થીએ ધોરણ-10માં Mathematic Basic સાથે પાસ કરેલ હોય તે ધોરણ-11 વિજ્ઞાનપ્રવાહમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળામાં પ્રવેશ મેળવી શકશે. પરંતુ “A” અથવા “AB" ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે નહી. "B" ગ્રુપમાં ઉપરોક્ત વિગતોને ધ્યાને લઇને ધોરણ-11 (વિજ્ઞાનપ્રવાહ)માં પ્રવેશ અંગે જરૂરી કાર્યવાહી કરવા માટેગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB) તમામ ઉચ્ચતર માધ્યમિક (વિજ્ઞાનપ્રવાહ)ની શાળાઓને સૂચના આપી છે
0 ટિપ્પણીઓ