શિક્ષકોની બદલી કેમ્પોનું આયોજન ,તા.31/07/2022 ની સ્થિતિએ મંજૂર થયેલ શિક્ષક મહેકમ અનુસાર

શિક્ષણ વિભાગના સંદર્ભદર્શિત ઠરાવોથી વિદ્યાસહાયક/ પ્રાથમિક શિક્ષક/ઉચ્ચ પ્રાથમિક શિક્ષક/મુખ્ય શિક્ષકના સંકલિત બદલી નિયમો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. સદર ઠરાવનો પૂરતો અભ્યાસ કરી લાગુ પડતી જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવાની રહેશે, જે અન્વયે ચાલુ વર્ષે આ કચેરીના તા.05/09/2022 ના કચેરી આદેશથી તા.31/07/2022 ની સ્થિતિએ મંજુર થયેલ મહેકમ અનુસાર નીચે જણાવેલ સમય પત્રક મુજબ આપના જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તક ફરજ બજાવતાં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકના બદલી કેમ્પોનુ આયોજન કરવા જણાવવામાં આવે છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB), ધોરણ-11 વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ બાબત

શિક્ષકોનીબદલી કેમ્પોનું આયોજન 

  • 1. વધ-ઘટ કેમ્પ અને જિલ્લા આંતરિક અરસ પરસ: તા.20/10/2022 થી તા.29/10/2022 (જાહેર રજા સિવાય) 
  • 2 .જિલ્લા આંતરીક બદલી (ઓનલાઈન) પ્રથમ તબક્કો: તા.02/11/2022 થી તા.20/11/2022
  • 3. જિલ્લા આંતરીક બદલી (ઓનલાઈન) બીજો તબક્કો: તા.23/11/2022 થી તા.02/12/2022 
  • 4.જિલ્લા ફેરબદલી કેમ્પ:તા.06/12/2022 થી તા.08/12/2022

ગુજરાત TET 2022 પરીક્ષા 

(1) શિક્ષણ વિભાગના સંદર્ભદર્શિત ઠરાવના પ્રકરણ-H ની જોગવાઈઓને ધ્યાને લઈ ચાલુ વર્ષે તા.31/07/2022 ની સ્થિતિએ મંજુર કરેલ મહેકમ કરતાં વધારાના ફરજ બજાવતાં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકને વધ ગણી વધ પડતાં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકના વધ-ઘટ કેમ્પમાં હુકમ કરવાના રહેશે.

(2) પ્રકરણ-N ની જોગવાઈઓ અનુસાર તા.31/03/2022 સુધીમાં જિલ્લા કક્ષાએ મળેલ જિલ્લાફેર અરસ પરસની માંગણીની અરજીઓ ધ્યાને લઈ અરસ પરસ બદલીના આદેશ કરવાના રહેશે. પ્રકરણ-૧ (3) મુજબ આપની કક્ષાએ તૈયાર કરેલ આઠ પ્રકારના રજીસ્ટરો મુજબની આપના જિલ્લા ફેરબદલીની અરજીઓ ધ્યાને લઈ તા.01/11/2022 ની સ્થિતિએ જિલ્લામાં ખાલી પડેલ જગ્યાઓ ધ્યાને લઈ પ્રકરણ-L ની જોગવાઈઓ મુજબ જિલ્લાફેર બદલી કેમ્પ યોજવાના રહેશે.

શિક્ષક બદલી કેમ્પ

ઓનલાઈન શિક્ષક બદલી કાર્યક્રમ (પ્રથમ તબક્કો) – નવેમ્બર 2022

Website: www.dpegujarat.in

તારીખ અને કાર્યક્રમની વિગત:

મદદનીશ શિક્ષક ભરતી 2022, 2600 મદદનીશ શિક્ષકોની ભરતી કરવામાં આવશે

  • 1.જિલ્લાઓ દ્વારા ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઈન એન્ટર કરવાની કામગીરી:02/11/2022 થી 04/11/2022
  • 2.ખાલી જગ્યાઓનું વેરિફિકેશન કરવાની કામગીરી :05/11/2022
  • 3. શિક્ષક/વિદ્યાસહાયક દ્વારા આંતરિક બદલીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી:07/11/2022 ના 12.00 કલાક થી 09/11/2022 ના 23.59 કલાક સુધી (જાહેર રજા સહિત)
  • 4.તાલુકા દ્વારા અરજી ફોર્મ વેરિફિકેશન કરી અને જિલ્લા કક્ષાએ મંજુર અરજી વેલીડેશન માટે રજુ કરવાની કામગીરી: 10/11/2022 થી 12/11/2022
  • 5.જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી કરી એપ્રુવલ કે રીજેક્ટ કરી અને એપ્રૂવલ અરજીઓ અપલોડ કરવાની કામગીરી:14/11/2022 થી 16/11/2022
  • 6.ડેટા વેરિફિકેશન અને પ્રોસેસીંગ સમયગાળો DPE : 17/11/2022 થી 18/11/2022
  • 7.ઓનલાઈન શિક્ષક/વિદ્યાસહાયકોએ આંતરિક બદલીઓના હુકમ મેળવી લેવાની કામગીરી (જાહેર રજા સહિત): 
  • 19/11/2022 થી 20/11/2022 

ઓનલાઈન શિક્ષક બદલી કાર્યક્રમ (બીજો તબક્કો) – નવેમ્બર, ડિસેમ્બર 2022

Website: www.dpegujarat.in

તારીખ અને કાર્યક્રમની વિગત્

સળંગ નોકરી ગણતાં તમારો પગાર કેટલો થાય તે જાણો

  • 1.જિલ્લાઓ દ્વારા ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઈન એન્ટર કરવાની કામગીરી શિક્ષક:23/11/2022 થી 24/11/2022
  • 2.વિદ્યાસહાયક દ્વારા આંતરિક બદલીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી(જાહેર રજા સહિત): 25/11/2022 ના 12.00 કલાક થી 27/11/2022 ના 23.59 કલાક સુધી 
  • 3.તાલુકા દ્વારા અરજી ફોર્મ વેરિફિકેશન કરી અને જિલ્લા કક્ષાએ મંજુર અરજી વેલીડેશન માટે રજુ કરવાની કામગીરી:28/11/2022
  • 4.જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી કરી એપ્રુવલ કે રીજેક્ટ કરી અને એપ્રૂવલ અરજીઓ અપલોડ કરવાની કામગીરી :29/11/2022
  • 5.ડેટા વેરિફિકેશન અને પ્રોસેસીંગ સમયગાળો DPE: 30/11/2022
  • 6.ઓનલાઈન શિક્ષક/વિદ્યાસહાયકોએ આંતરિક બદલીઓના હુકમ મેળવી લેવાની કામગીરી: 01/12/2022 થી 02/12/2022

શિક્ષકોની આંતરીક  બદલી સમયે ધ્યાને રાખવાની બાબતો:

સાતમા પગાર પંચ મુજબ નવા ઘરભાડા અને મેડિકલ અનુસાર પગાર મલવાનો છે તે મુજબ આપના નવા પગાર ની ઓનલાઇન ગણતરી કરો.

  • 1.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીએ www.dnegujarat.in ઉપર Default Password થી Login થવાનું રહેશે તથા Password બદલીને ખાલી જગ્યાઓની એન્ટ્રી કરવાની રહેશે, 
  • 2.તા.31/10/2022 ના રોજ સત્રાંતે નિવૃત્ત થનાર શિક્ષકોની વિગતો ધ્યાને લઈ એટલે કે તા.01/11/2022 ની સ્થિતિએ જે તે વિભાગ/વિષયવાર ચોખ્ખી ખાલી જગ્યાઓ અપલોડ કરવાની રહેશે. 
  • 3.ખાલી જગ્યાઓ અપલોડ કરતી વખતે જિલ્લા વિભાજનમાં જે શિક્ષકો વિકલ્પ મુજબ શાળા ફાળવણીનો હુકમ કરેલ છે તેવા શિક્ષકો પૈકી છૂટા ન થયેલ હોય તે કિસ્સામાં શિક્ષકની હાલની શાળા ખાલી જગ્યા તરીકે દર્શાવવાની રહેશે, અને જે શાળામાં ફાળવણી કરવામાં આવી છે. તે જગ્યા ભરાયેલી ગણવાની રહેશે.
  • 4.જે પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકની અગાઉ આંતરીક કે જિલ્લા ફેરબદલી થયેલ હોય અને 10 ટકાથી વધુ ખાલી જગ્યાના કારણે છૂટા કરવામાં આવેલ ન હોય તો તેવા કિસ્સામાં મૂળ શાળાની જગ્યા ખાલી જગ્યા તરીકે દર્શાવવાની રહેશે અને બદલીની શાળામાં જગ્યા ભરેલી ગણવાની રહેશે.
  •  5.આપના જિલ્લામાં કાર્યરત શાળાઓની વિગતો અનુસાર (શાળાના નામ. શાળાના ડાયસકોડ, પે-સેન્ટરના નામ અને પે-સેન્ટરના ડાયસકોડ) ની વિગતો ધ્યાને રાખીને ખાલી જગ્યાઓ ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.
  • 6. આપના દ્વારા ખોટી શાળા/ડાયસકોડ ખાલી જગ્યાઓ અપલોડ કરવાને કારણે જે તે પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક દ્વારા શાળા પસંદગી કરી લીધા બાદ બદલી હુકમનો અમલ કરવા બાબતે જો કોઈ વહીવટી કે કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સઘળી જવાબદારી આપની રહેશે,
  • 7. શિક્ષણ વિભાગના સંદર્ભ ઠરાવના પ્રકરણ-6 સામાન્ય સૂચનાઓના ક્રમ-14 ની જોગવાઈ મુજબ કોઈ પણ પ્રકારની માંગણીની બદલીમાં ભાગ લેનાર પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક પુખ્ત ઉંમર અને પુરતી સમજણ ધરાવતાં હોય તથા અન્ય ઉમેદવારને અન્યાય થવાની સંભાવના હોઈ એકવાર ઓનલાઈન માંગણીની પસંદ કરેલ શાળાનો હુકમ કોઈ પણ સંજોગોમાં રદ થઈ શકશે નહી. જેથી ખરેખર આંતરિક બદલી કરાવવા ઈચ્છતા હોય તેવા પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકે સુચવેલ વેબસાઈટ પર ઓનલાઈન આંતરીક બદલીની અરજી કરવાની રહેશે.

Reliance jioએ તેનું પ્રથમ laptop ₹19,500માં લોન્ચ કર્યું:જાણો સુવિધાઓ અને ઉપલબ્ધતા

જો કોઈ જિલ્લામાં કોઈ પણ જગ્યા માટે નામ.હાઈકોર્ટ દ્વારા વચગાળાના હુકમથી જે તે જગ્યા ખાલી રાખવા માટે હુકમ કરેલ હોય અને કેસનો આખરી ચુકાદો આવવાનો બાકી હોય તેવા કિસ્સામાં નામ.હાઈકોર્ટના આદેશાનુસાર કાર્યવાહી હાથ ધરવાની રહેશે. જેથી નામ.હાઈકોર્ટની અવમાનનાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય.

રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર હોઈ આદર્શ આચારસંહિતા અમલમાં આવે ત્યારે જે તે જિલ્લાના ચૂંટણી અધિકારી સાથે પરામર્શ કરી યોજાનાર બદલી કેમ્પ અને નિમણૂંક હુકમની અમલવારી બાબતે નિર્ણય કરવાનો રહેશે.

શિક્ષક બદલી અંગેનો ઠરાવ


WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!