બિન સ૨કા૨ી ગ્રાન્ટેડ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક મહિલા કર્મચારીઓને પ્રસૂતિ રજા મંજૂ૨ ક૨વા બાબત.

 શિક્ષણ વિભાગના તા.૨૧/૦૩/૨૦૧૭ના  ક્રમાંક(૧) ઠરાવથી રાજ્યની બિન સ૨કા૨ી અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો તથા સાથી સહાયકો તરીકે માન્ય ભ૨તી પદ્ધતિ દ્વારા ફિક્સ પગારથી નિમણૂંક પામેલ મહિલા કર્મચારીઓ તેમજ નિયમિત શૈક્ષણિક અને બિન શૈક્ષણિક મહિલા કર્મચારીઓને તા.૧૩/૧૧/૨૦૧૪ના નાણા વિભાગના જાહે૨નામા મુજબની તારીખ એટલે કે તા.૦૧/૧૦/૨૦૧૪ થી ૧૮૦ દિવસની પ્રસૂતિ રજાનો લાભ આપવામાં આવેલ છે. બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક મહિલા કર્મચારીઓને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ,૧૯૭૪ની જોગવાઇઓ મુજબ પ્રસુતિ રજા મળવાપાત્ર થાય છે.

Teacher Eligibility Test:શિક્ષક યોગ્યતા કસોટી (TET-2) Quiz Part- 2

શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક મહિલા કર્મચારીઓને પ્રસૂતિ રજા મંજૂ૨ ક૨વા બાબત

પ્રસૂતિ રજા

 આ વિનિયમમાં થયેલ જોગવાઇ મુજબ જે મહિલા કર્મચારીએ એક વર્ષ કરતા વધારે નોકરી કરી હોય અને જેને એક કરતાં વધારે બાળક હયાત ન હોય તેવી મહિલા કર્મચારીને ૧૮૦ દિવસની પ્રસૂતિ રજા આપવાની જોગવાઇ થયેલ છે. વિનિયમ ક્રમાંક-30(૬)(ખ) મુજબ પ્રસુતિ રજાના આરંભ પહેલા જે મહિલા કર્મચારીએ બે વર્ષ કરતાં ઓછી નોકરી કરી હોય, તેને આવી રજા અર્ધા પગારે અને 30(૬)(ગ) મુજબ બે વર્ષની અથવા બે કરતાં વધારે વર્ષની નોકરી કરી હોય તેને પૂરા પગારે પ્રસૂતિ રજા મળવાપાત્ર થાય છે. નાણા વિભાગના વંચાણે લીધા ક્રમાંક(૨) સામેના તા.૨૪/૦૯/૨૨૨૦ના ઠરાવથી બે કે તેથી વધુ જીવિત બાળકો ધરાવતા ન હોય તેવા કાયમી તેમજ હંગામી નોકરી પરના મહિલા સરકારી કર્મચારીને નોક૨ીમાં જોડાયા બાદથી જ, તેણી જે તારીખથી માતૃત્વ રજા પર જાય તે તારીખથી એકસો એંસી દિવસના સમયગાળાની માતૃત્વ રજા મળવાપાત્ર થવાનું ઠરાવેલ છે તથા આવી માતૃત્વ રજા તેણીના રજાના હિસાબમાં ઉધારવામાં આવશે નહિ અને તેણીને મળવાપાત્ર રજાનો પગાર, તેને રજા પર જતા ત૨ત પહેલા જે પગાર મળતો હોય તની બરાબર રહેશે તેવી જોગવાઇ થયેલ છે. નાણા વિભાગના વંચાણે લીધા ક્રમાંક(૨) સામેના તા.૨૪/૦૯/૨૦૨૨ના ઠરાવની જોગવાઇઓ બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના મહિલા કર્મચારીઓને લાગુ પાડવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

Teacher Eligibility Test:(TET-2) Quiz Part- 1 

ઠરાવ:શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક મહિલા કર્મચારીઓને પ્રસૂતિ રજા મંજૂ૨ ક૨વા બાબત

પુખ્ત વિચારણાને અંતે, રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ(ફિક્સ પગાર અને નિયમિત નિમણૂંક)ને પ્રસ્તુત ઠરાવના વંચાણે લીધા ક્રમાંક(૨) સામેના ઠરાવની જોગવાઇઓ લાગુ પાડવાની આથી મંજૂરી આપવામાં આવે છે.

Apple iPad 2022 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

આ ઠરાવ અન્વયે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ,૧૯૭૪માં જરૂરી સુધા૨ો ક૨વાની કાર્યવાહી છ શાખાએ સત્વરે કરવાની રહેશે.


WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!