મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp તેના યુઝર્સ માટે ત્રણ નવા પ્રાઈવસી ફીચર્સ લાવી રહ્યું છે. Meta ના સ્થાપક અને CEO માર્ક ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, “અમે તમારા સંદેશાઓને સુરક્ષિત રાખવા અને તેમને સામ-સામે વાતચીતની જેમ ખાનગી અને સુરક્ષિત રાખવા માટે નવીન રીતો લાવવાનું ચાલુ રાખીશું. ચાલો આ નવી સુવિધાઓની વિગતવાર ચર્ચા કરીએ.
ઓનલાઈન હોય ત્યારે નિયંત્રણ કરો
આ સુવિધા વપરાશકર્તાઓને તેમની ઑનલાઇન હાજરી ખાનગી રાખવાની મંજૂરી આપશે. જ્યારે યુઝર ઓનલાઈન હોય છે, ત્યારે તે નક્કી કરી શકશે કે કોણ તેને ઓનલાઈન જોઈ શકે છે અને કોણ નહી. આ ફીચર આ મહિને શરૂ થઈ રહ્યું છે.
વોટ્સએપે મેસેજ ડિલીટ કરવાની સમય મર્યાદામાં કર્યો મોટો ફેરફાર
ચુપચાપ ગ્રુપ લીવ
આ ફીચર યુઝર્સને કોઈને પણ જાણ કર્યા વગર ગ્રુપમાંથી બહાર નીકળી શકશે. માત્ર એડમિનને જ ગ્રુપ છોડવાની સૂચના મળશે. આ ફીચર પણ આ મહિને શરૂ થઈ રહ્યું છે.
વન્સ વ્યું સ્ક્રીનશોટ સંદેશાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે
વ્યૂ વન્સ મેસેજ ફીચર યુઝર્સને કાયમી ડિજિટલ રેકોર્ડ વિના ફોટા અથવા મીડિયા શેર કરવાની મંજૂરી આપે છે. વ્યુ વન્સ મેસેજના સ્ક્રીનશોટને બ્લોક કરવાથી યુઝર્સની સુરક્ષામાં વધુ વધારો થશે. આ ફીચર હાલમાં ટેસ્ટિંગ મોડમાં છે અને ટૂંક સમયમાં જ રોલઆઉટ થવાની અપેક્ષા છે.
પોસ્ટ ઓફિસ વાળા આપશે ઘર બેઠા રાષ્ટ્રધ્વજ, આ રીતે રજીસ્ટર કરો
વન્સ વ્યુ મોડમાં ફોટો વિડિયો કેવી રીતે મોકલવો
- 1. સૌથી પહેલા તમે જે વ્યક્તિને મેસેજ કરવા માંગો છો તેની ચેટ વિન્ડો પર જાઓ.
- 2. મેસેજ બોક્સ પર ટેપ કર્યા પછી, એટેચમેન્ટ આઇકોન પર ટેપ કરો.
- 3. ગેલેરી પસંદ કરીને તમે જે પણ વિડિયો અથવા ફોટો મોકલવા માંગો છો તેને પસંદ કરો.
- 4. કૅપ્શનની બાજુમાં 1 સાથે એક ચિહ્ન દેખાશે તેના પર ટેપ કરો.
- 5. પછી એક પોપ-અપ આવશે જેમાં તમારે ok પર ટેપ કરવાનું રહેશે.
- 6. આ પછી સેન્ડ આઇકોન પર ટેપ કરો. તમારું મેસેજ જતો રહેશે.
- 7. જેમ જેમ રીસીવર તેના પર ટેપ કરશે કે તરત જ તેને ફોટો અથવા વિડિયો દેખાશે. જેમ તે ફોટો બંધ કરશે કે તરત જ તેને મેસેજની જગ્યાએ Opened દેખાશે.
ગ્રુપમાં કોઈ પણ તમારો મોબાઈલ નંબર જોઈ શકશે નહીં
તમને જણાવી દઈએ કે આ ફીચરને ડેવલપ કરવા પર કામ ચાલી રહ્યું છે અને ટેસ્ટિંગ બાદ તેને જલ્દી જ લોન્ચ કરવામાં આવશે. વાસ્તવમાં, ઘણી વખત આપણે આવા ગ્રુપમાં જોડાઈએ છીએ, જેમાંથી કેટલાક સાથે આપણને કોઈ ઓળખાણ હોતી નથી. આવી સ્થિતિમાં, આ ગ્રુપમાં સામેલ સભ્યો અમારી ઇચ્છા વિરુદ્ધ નંબર જોઈ શકે છે અને તેને તેમના ફોનમાં સેવ કરી શકે છે, પરંતુ નવું ફીચર આવ્યા પછી, ગ્રુપમાં અન્ય સભ્યો તમારો મોબાઈલ નંબર જોઈ શકશે નહીં.
What's App સૌથી સુરક્ષિત
અમી વોરા, પ્રોડક્ટ ચીફ, WhatsApp, જણાવ્યું હતું કે, “અમે પ્રોડક્ટ ફીચર્સ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જે લોકોને તેમના સંદેશાઓ પર વધુ નિયંત્રણ અને ગોપનીયતા રાખવા માટે સશક્ત બનાવે છે. વર્ષોથી અમે તમારી વાતચીતોને સુરક્ષિત રાખવામાં મદદ કરવા માટે કામ કર્યું છે. સુરક્ષાના ઇન્ટરલોકિંગ સ્તરો ઉમેરવામાં આવ્યા છે. . અન્ય કોઈ વૈશ્વિક મેસેજિંગ સેવા તેના વપરાશકર્તાઓને આ સ્તરની સુરક્ષા પ્રદાન કરતી નથી.
0 ટિપ્પણીઓ