વોટ્સએપે મેસેજ ડિલીટ કરવાની સમય મર્યાદામાં કર્યો મોટો ફેરફાર

 

કંપનીએ હવે દરેક માટે વોટ્સએપ પર મોકલેલા મેસેજ ડિલીટ કરવાની સમયમર્યાદા વધારી દીધી છે. કંપનીએ હવે મોકલેલા મેસેજને ડિલીટ કરતી વખતે 'ડિલીટ ફોર એવરીવન' વિકલ્પને 2 દિવસ સુધી લંબાવ્યો છે. એટલે કે, જો તમે 'ડિલીટ ફોર એવરીવન' નો ઉપયોગ કરવા માંગતા હોવ તો તે 2 દિવસમાં કરી શકાય છે. અગાઉ તેની સમય મર્યાદા 1 કલાક 8 મિનિટ અને 16 સેકન્ડ હતી. વોટ્સએપે ફેબ્રુઆરીમાં આ ફીચર અંગે સંકેત આપ્યા હતા. 

પોસ્ટ ઓફિસ વાળા આપશે ઘર બેઠા રાષ્ટ્રધ્વજ, આ રીતે રજીસ્ટર કરો

ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા, વોટ્સએપે જાહેરાત કરી છે કે મોકલેલા મેસેજને ડિલીટ કરવા માટે તમારી પાસે હવે 2 દિવસનો સમય હશે. 2018 માં, કંપનીએ આ સુવિધાને એક કલાકની સમય મર્યાદા સાથે લોન્ચ કરી હતી. પહેલા મેસેજ ડિલીટ કરવાની સમય મર્યાદા 7 મિનિટ હતી. જે બાદમાં વધારીને 1 કલાક 8 મિનિટ કરવામાં આવી હતી.

નવા ફીચરનો ઉપયોગ કરવા માટે, તમારી પાસે અને તમે જેને મેસેજ મોકલી રહ્યા છો તેની પાસે WhatsAppનું લેટેસ્ટ વર્ઝન હોવું જરૂરી છે.  ડીલીટ ફોર એવરીવન ફીચર વાપરવા માટે ખૂબ જ સરળ છે. તમારે જે મેસેજ ડિલીટ કરવા માંગો છો તેના પર તમારે માત્ર ટેપ કરીને પકડી રાખવાનું છે. હોલ્ડ કર્યા પછી, તમારે Delete સિલેક્ટ “delete for everyone” ને ફોલો કરવાનું રહેશે અને તે મેસેજ સામેના રીસીવર માટે પણ ડિલીટ થઈ જશે.

Whats App ના બીજા ત્રણ નવા features 

આ સિવાય કંપનીએ ત્રણ નવા પ્રાઈવસી ફીચર્સ પણ લોન્ચ કર્યા છે. આમાંથી એક છે - તમે બીજા બધાને જાણ કર્યા વિના ગ્રુપ છોડી શકો છો, ઉપરાંત તમે તમારી ઑનલાઇન સ્થિતિને નિયંત્રિત કરી શકો છો. એટલે કે, તમારા અનુસાર, તમે નક્કી કરી શકો છો કે કઈ વ્યક્તિ તમારું ઓનલાઈન સ્ટેટસ જોશે. ત્રીજા ફીચરમાં, એક વખત મોકલેલા મેસેજનો સ્ક્રીન શોટ લેતા રિસિવારને રોકી શકો છો

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!