Tokyo Olympics: Gold-Silver નું સપનું રોળાયું, પહેલવાન બજરંગ પુનિયાની સેમી ફાઈનલમાં પરાજય



જેના પર INDIA Medal માટે મીટ માંડીને બેઠો હતો તે પહેલવાન બજરંગ પુનિયાની સેમી ફાઈનલમાં હાર થઈ છે. પુરુષોની ફ્રી સ્ટાઈલ 65 કિલોગ્રામ વર્ગમાં સેમી ફાઇનલમાં બજરંગ પુનિયાનો સામનો ત્રણ વારના world champion અઝરબૈજાનના હાજી એલિયેવ સાથે થયો. બજરંગ પુનિયા મુકાબલામાં 5-12થી હાર્યા. જો કે હજુ Bronze medalની આશા જીવંત છે. 

Whatsapp ઓફિશિયલ રીતે પોતાનું નવુ feature View Once લોન્ચ કરી દીધુ છે.  | 

Gold-Silverનું સપનું તૂટ્યું પણ Bronze medalની આશા જીવંત

Tokyo Olympicsની ફ્રી સ્ટાઈલ કુશ્તીના 65 કિગ્રા વર્ગની સેમી ફાઈનલમાં બજરંગ પુનિયાની ત્રણ વારના વર્લ્ડ ચેમ્પિયન અઝરબૈજાનના હાજી એલિયેવ સામે 5-12થી હાર થઈ. આ હાર સાથે હવે Gold-Silverની આશા સમાપ્ત થઈ ગઈ પણ હજુ Bronze medalની આશા જીવંત છે. હવે તેઓ બ્રોન્ઝ મેડલ માટે રમશે.

ક્વાર્ટર ફાઈનલમાં ધોબી પછાડ

Tokyo Olympicsની ક્વાર્ટર ફાઈનલમાં બજરંગ પૂનિયાનો સામનો ઈરાનના મોર્તજા ગેસી ચેકા સાથે થયો હતો. શરૂઆતમાં બજરંગ 0-1થી પાછળ હતા પરંતુ બીજા ક્વાર્ટરમાં તેમણે જબરદસ્ત વાપસી કરી અને બે પોઈન્ટ મેળવ્યા હતા. આખરી મિનિટમાં ભારતીય પહેલવાને દાવ ખેલ્યો અને ઈરાનનો મોર્તજા પછડાયો. બજરંગ પુનિયાએ શાનદાર જીત મેળવી હતી.


WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!