Ola Electric Scooter પોતાનું પહેલું ઈ-સ્કૂટર લોન્ચ કરી દીધું છે. આ સ્કૂટરને S1 અને S1 પ્રો મોડેલમાં લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીએ આ સ્કૂટરનું બુકિંગ ઘણા સમય પહેલા ઓપન કર્યું હતું. જેમાં તમે માત્ર Ola Electric Scooterને 499 રૂપિયા આપીને બુક કરી શકતા હતા. કંપનીને 24 કલાકની અંદર એક લાખથી વધારે બુકિંગ મેળવવામાં સફળતા મળી હતી. 10 કલર ઓપ્શનમાં મળશે Ola Electric Scooter.સ્કૂટરનું વેચાણ 8 સપ્ટેમ્બરથી શરૂ થશે. તેમજ ડિલિવરી ઓક્ટોબરમાં શરૂ થઈ જશે. તેને કંપનીની વેબસાઈટથી બુક કરી શકાશે.
Car Insurance 2021 કરાવતા પહેલાં આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન |
3 સેકન્ડમાં 0થી 40kmની સ્પીડઃ Ola Electric Scooter S1 માં 8.5 કિલોવોટ પીક પાવર જનરેટ કરનારી મોટર લગાવી છે. આ મોટર 3.9 કિલોમોટ કેપેસિટીવાળી બેટરી સાથે જોડવામાં આવી છે. તે 0થી 40 કિલોમીટરની સ્પીડ માત્ર 3 સેકન્ડમાં પકડી લે છે. તેની ટોપ સ્પીડ 115 કિમી પ્રતિ કલાક છે. સિંગલ ચાર્જ પર તે 181 કિમી સુધી રેન્જ આપે છે. તેમાં રાઈડિંગ માટે નોર્મલ, સ્પોર્ટ અને હાઈપર મોડ આપવામાં આવ્યા છે. Ola Electric Scooterની બેટરીને સંપૂર્ણ રીચે ચાર્જ કરવામાં 6 કલાકનો સમય લાગે છે. ખાસ વાત એ છે કે આ સ્કૂટરમાં ક્રૂઝ કંન્ટ્રોલ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત ઓલા ફાસ્ટ ચાર્જરથી ઈલેક્ટ્રિક સ્કૂટરને માત્ર 18 મિનિટમાં 50 ટકા ચાર્જ કરી શકાય છે. સ્કૂટરમાં 7 ઈંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે મળશે જે વાઈફાઈ કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે.
કીલેસ એક્સપિરિયન્સ મળશેઃOla Electric Scooterમાં પહેલી વખત તમને કીલેસ એક્સપિરિયન્સ મળશે. સ્કૂટરની સાથે કંપની ચાવી નથી આપી રહી. તેને તમે smartphone એપ અને સ્ક્રિનની મદદથી લોક-અનોલક કરી શકશો. તેમાં સેંસર આપવામાં આવ્યા છે, જેનાથી તમે જેવા સ્કૂટરની પાસે જશો સ્કૂટર નામથી સાથે હાય કરશે અને જ્યારે તમે દૂર જશો ત્યારે તે નામને બાય કહેશે.
રિવર્સ મોડ મળશેઃ Ola Electric Scooterમાં રિવર્સ મોડ ફીચર મળશે. આ ફીચરમાં તમે Ola Electric Scooter S1ને સરળતાથી બેઠા બેઠા રિવર્સ પણ કરી શકો છો. અગાઉ આ ઓપ્શન બીજા કોઈ સ્કૂટરમાં જોવા નથી મળ્યો.
સ્કૂટરનું સ્પીડોમીટર બદલી શકશોઃ તેની ડિસ્પ્લેમાં જે સ્પીડોમીટર મળશે, તેમાં ઘણા પ્રકારના ફેસ મળશે. તેને ડિજિટલ, નંબર્સ, અથવા વિવિધ ફોર્મેટમાં રાખી શકાય છે. ખાસ વાત એ છે કે, તમે જેવો ફેસ સિલેક્ટ કરશો સ્કૂટર તેવો અવાજ કરશો.
7 ઈંચની ડિસ્પ્લે મળશેઃ Ola Electric Scooterએ આ સ્કૂટરમાં 7 ઈંચની ટચસ્ક્રિન ડિસ્પ્લે આપી છે, જે મૂવ ઓપરેટિંગ સિસ્ટમની સાથે આવે છે. Display ઘણી શાર્પ અને બ્રાઈટ છે. તે વોટર અને ડસ્ટપ્રૂફ છે.ઓલા સ્કૂટરમાં વોઈસ આસિસ્ટ, બિલ્ટ ઈન સ્પીકર વગેરે છે. ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરને ડિજિટલ ડિસ્પ્લમાં મૂડ ડિસ્પ્લે મળે છે. તે પણ બતાવશે કે તે કેટલું કાર્બન એમિશન બચાવી રહ્યું છે. Ola Electric Scooterમાં હિલ હોલ્ડ કંટ્રોસ, રિવર્સ આસિસ્ટ, ક્રૂઝ કંર્ટોલ, 3GB રેમની સાથે 7 ઈંચ ટચસ્ક્રિન ડિસ્પ્લે ઓક્ટાકોર પ્રોસેસર મળે છે. તે 4G, wifi અને Bluetooth connectivity સપોર્ટ કરે છે.
વોઈસ કમાન્ડને પણ ફોલો કરશેઃ Ola Electric Scooter વોઈસ કમાન્ડથી કંટ્રોલ થશે. તેના માટે યુઝરને Hi ઓલા કહીને કમાન્ડ આપવું પડશે. જેમ કે, Hi ઓલા પ્લે સમ મ્યુઝિક કમાન્ડ આપીને ગીત પ્લે થઈ જશે. ઈન્ક્રીઝ વોલ્યુમ કમાન્ડ આપવા પર અવાજ વધી જશે. મ્યુઝિક માટે તેમાં બિલ્ટ-ઈન સ્પીક આપવામાં આવ્યું છે.
કોલ અટેન્ડ કરી શકશોઃ જો રાઈડિંગ દરમિયાન કોઈનો કોલ આવે છે તો તમે સ્ક્રીન પર ટેપ કરીને તેને અટેન્ડ કરી શકશો. તેના માટે ફોન કાઢવાની જરૂર નહીં પડે. આ કામને વોઈસ કમાન્ડ દ્વારા પર કરી શકાશે.
કંપની 400 શહેરોમાં બનાવશે charging point: કંપનીએ Ola Electric Scooter માટે 400 શહેરોમાં 100,000થી વધારે લોકેશન અથવા ટચપોઈન્ટ્સ પર હાઈપરચાર્જર લગાવવાની જાહેરાત કરી છે. તેનાથી Ola Electric Scooterના ગ્રાહકોને ચાર્જિંગમાં અસુવિધા નહીં થાય. કઈ સિટીમાં ચાર્જિંગ પોઈન્ટ છે એ વાતની જાણકારી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર મળશે.
બૂટ સ્પેસમાં બે Helmet: Ola Electric Scooter મોટી બૂટ સ્પેસ પણ મળશે. તેના વીડિયો ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે બે Helmet રાખવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે સ્કૂટરની બૂટ સ્પેસમાં એક જ હેલમેટ આવે છે.
0 ટિપ્પણીઓ