ડિજિટલ ચુકવણી: E-RUPI શું છે, જે ઇન્ટરનેટ અને સ્માર્ટફોન વગર પૈસા ટ્રાન્સફર કરશે
ત્યારબાદ મહેસૂલ વિભાગના ઉક્ત વંચાણે લીધેલ ક્રમ (ર) પરના ઠરાવથી રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ(COVID"19) ના સંક્રમણને કારણે કર્મચારી/અધિકારીનાં દુઃખદ અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબને રૂ.૨૫,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા પચીસ લાખ પુરા)ની સહાય માન.મુખ્ય મંત્રીશ્રીના રાહત નિધિમાંથી ચુકવવાનું ઠરાવેલ હોઇ, હવે પછી આર્થિક સહાય માટે મળતી દરખાસ્તો પરત્વે નાણા વિભાગનો પરામર્શ કરવો વહીવટી દ્રષ્ટિએ ઉચિત જણાતો નથી.
તદુપરાંત, સામાન્ય વહીવટ વિભાગના તા.૦૮/૦૪/૨૦૨૦ના ઠરાવ અન્વયે સચિવાલયના સંબંધિત વહીવટી વિભાગોને મળતી આર્થિક સહાયની દરખાસ્તો સંદર્ભે જરૂરી વિગતો અંગેનું નમૂનારૂપ ચેકલીસ્ટ પ્રસિદ્ધ કરવાની બાબત પણ સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. આથી પુખ્ત વિચારણાને અંતે સરકારશ્રી દ્વારા નીચે મુજબની સુચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
મોંઘવારી તફાવત ૫% ગણતરી માટેનું Online Calculator :7th Pay Commission dearness allowance calculator |
ઠરાવ:
(૧) સામાન્ય વહીવટ વિભાગના તા.૦૮/૦૪/૨૦૨૦ના ઠરાવ અન્વયે સચિવાલયના સંબંધિત વહીવટી વિભાગોને મળતી આર્થિક સહાય અંગેની દરખાસ્તો પરત્વે હવેથી નાણા વિભાગનો પરામર્શ કરવાનો રહેશે નહિ, પરંતુ સંબંધિત વહીવટી વિભાગના વડાને આ સત્તાઓ રહેશે અને તેમણે આ સાથે સામેલ ચેકલીસ્ટને આધિન નિર્ણય કરવાનો રહેશે.
(ર) સામાન્ય વહીવટ વિભાગના તા.૦૮/૦૪/૨૦૨૦ના ઠરાવ અન્વયે સચિવાલયના સંબંધિત વહીવટી વિભાગોને મળતી આર્થિક સહાય અંગેની દરખાસ્તો, આનુષાંગિક કાગળો અને આ દરખાસ્તોની ચકાસણી તેમજ નિર્ણય માટે જરૂરી એવી તમામ વિગતો આ સાથે સામેલ પરિશિષ્ટ મુજબના ચેકલીસ્ટમાં મેળવી વિભાગે કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે.
28% મોંઘવારી તફાવત ઓનલાઈન ગણતરી કેલ્ક્યુલેટર જુલાઈ ૨૦૨૧ |
(૩) આ સુચનાઓના અર્થઘટન અંગે જરૂરીયાત જણાયે સંબંધિત વહીવટી વિભાગે સામાન્ય વહીવટ વિભાગનો પરામર્શ કરવાનો રહેશે,
(૪) સામાન્ય વહીવટ વિભાગના તા.૦૮/૦૪/૨૦૨૦ના ઠરાવની અન્ય તમામ જોગવાઈઓ શરતો યથાવત રહેશે.
આ સૂચનાઓ આ વિભાગની સરખા ક્ર્માંકની ફાઈલ પર સરકારશ્રીની મળેલ મંજૂરી અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવે છે.
0 ટિપ્પણીઓ