Idea Vodafone એ લોન્ચ કર્યો 99 અને 109 રૂપિયાવાળો પ્લાન, એરટેલ અને જીયોને આપશે ટક્કર



ટેલિકોમ કંપની વોડાફોન-આઇડિયા ( Vi ) એ પોતાના યૂઝર્સ માટે બે સસ્તા પ્લાન લોન્ચ કર્યા છે. લોન્ચ થયેલા પ્લાન 99 અને 109 રૂપિયાના છે. કંપની આ પ્લાનમાં યૂઝર્સને બેસ્ટ બેનિફિટ ઓફર કરી રહી છે. બન્ને પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગની સાથે ડેટાનો ફાયદો મળી રહ્યો છે. Vi નો આ પ્લાન રિલાયન્સ જીયોના 98 રૂપિયા અને એરટેલના 129 રૂપિયાવાળા પ્લાનને ટક્કર આપશે. આવો વિગતવાર જાણીએ Vi ના નવા પ્લાનમાં મળનારા બેનિફિટ વિશે. 

વોડાફોન-આઈડિયાનો 98 રૂપિયાવાળો પ્લાન

Vi નો આ પ્લાન 18 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં કંપની 1જીબી ડેટા આપી રહી છે. ખાસ વાત છે કે આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગનો ફાયદો આપવામાં આવી રહ્યો છે. પરંતુ આ પ્લાનમાં ફ્રી એસએમએસનો લાભ મળશે નહીં.

વોડાફોન-આઈડિયાનો 109 રૂપિયાવાળો પ્લાન

વોડાફોન-આઈડિયાના આ પ્લાનમાં તમને 20 દિવસની વેલિડિટી મળશે. ડેટાની વાત કરીએ તો આ પ્લાનમાં પણ 1 જીબી ડેટા મળશે. પ્લાનના સબ્સક્રાઇબર્સ દેશભરમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી અનલિમિટેડ કોલ કરી શકે છે. પ્લાનમાં કંપની ફ્રી એસએમએસનો લાભ આપી રહી નથી. 

રિલાયન્સ જીયોનો 98 રૂપિયાવાળો પ્લાન

કંપનીએ આ પ્લાનને પાછલા વર્ષે બંધ કરી દીધો હતો. પરંતુ તેની પોપ્યુલારિટી જોતા જીયોએ તેને મે 2021માં રિલોન્ચ કર્યો છે. 14 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં કંપની ટોટલ 1.5 જીબી ડેટા ઓફર કરે છે. આ સિવાય પ્લાનના યૂઝર્સને અનલિમિટેડ કોલિંગનો ફાયદો પણ મળે છે. 

એરટેલનો 129 રૂપિયાવાળો પ્લાન

એરટેલનો આ પ્લાન 24 દિવસની વેલિડિટી સાથે આવે છે. પ્લાનમાં કંપની અનલિમિટેડ કોલિંગની સાથે 1જીબી ડેટા ઓફર કરી રહી છે. પ્લાનની ખાસ વાત છે કે તેમાં 300 એસએમએસ ફ્રી મળે છે. પ્લાનમાં મળનારા અન્ય બેનિફિટની વાત કરીએ તો ફ્રી હેલોટ્યૂન્સ, વિંક મ્યૂઝિક અને એરટેલ એક્સટ્રીમ પ્લસની સાથે એમેઝોન પ્રાઇમનું પણ ફ્રી એક્સેસ મળે છે. 

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!