HSC Board સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ. બુનિયાદી પ્રવાહનું પરિણામ જાહેર


આજે HSC સામાન્યપ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. પરિણામ બોર્ડની વેબસાઇટ result.gseb.org પર જોઇ શકાશે. શાળાના index number અને password મારફતે લોગીન (Login) કરી પરિણામ જોઇ અને તેની print કાઢી શકાશે. Regular અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પરિણામ (Class 12 Result) જાહેર કરવામાં કરવામાં આવ્યું છે.


 A1 ગ્રેડમાં 691, A2 ગ્રેડમાં 9455, B1 ગ્રેડમાં 35,288, B2 ગ્રેડમાં 82010, C1 ગ્રેડમાં 1,29,781, C2 ગ્રેડમાં 1,08,299, D2 ગ્રેડમાં 28,690, E1 ગ્રેડમાં 5885 અને E2 ગ્રેડમાં 28 વિદ્યાર્થીઓને પ્રાપ્ત થયો છે. કુલ 4,00,127 વિદ્યાર્થીઓના result જાહેર કરવામાં આવ્યા છે.

Gujarat secondary and Higher secondaryની અખબારી યાદીમાં જણાવાયું છે કે Gujarat secondary and Higher secondary education boardની માન્યતા પ્રાપ્ત સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓના ગુણ gseb board website પર અપલોડ કર્યા હતા તેના આધારે બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે.
શાળાઓ તેઓની શાળાનું પરિણામ (Result) શાળાના ઇન્ડેક્ષ નંબર અને પાસવર્ડ મારફતે લોગીન કરી ડાઉનલોડ કરી જોઇ શકશે તથા print કાઢી શકશે. શાળાઓએ વિદ્યાર્થીઓને તેઓના marksheetની નકલ આપી તેમના પરિણામની જાણ કરવાની રહેશે.

 

Gujarat secondary and Higher secondary education board (GSEB Board) HSC ધોરણ-12ના વિદ્યાર્થીઓ (Student) ને માસ પ્રમોશન બાદ ફાઈનલ માર્ક્સશીટ આપવાની ફોર્મ્યુલા જાહેર કરવામાં આવી હતી. આ ફોર્મ્યુલા અનુસાર ધોરણ-12 HSCના સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓની final marksheet માં એના ssc ધોરણ-10, ધોરણ-11 અને HSC ધોરણ-12ની પરીક્ષાઓના marks ગણાશે.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!