GSEB ઉ.મા.પ્ર.પરીક્ષા ૨૦૨૧ વિજ્ઞાન પ્રવાહના રીપીટર ઉમેદવારોની વિજ્ઞાનના વિષયોની પ્રાયોગિક પરીક્ષા અંગે

 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જણાવે છે કે અગાઉ કોરોનાની પરીસ્થિતિને કારણે આઠ મહાનગરપાલીકા વિસ્તારમાં આવતા ઉ.મા.પ્ર.પરીક્ષા ૨૦૨૧ (ધોરણ-૧૨) ના પરીક્ષા કેન્દ્રો ખાતે નિયમિત/રીપીટર ઉમેદવારોની રસાયણ વિજ્ઞાન - પ્રાયોગિક(૦૫૩), ભૌતિક વિજ્ઞાન - પ્રાયોગિક (૦૫૫) અને જીવ વિજ્ઞાન પ્રાયોગિક (૦૫૭) વિષયોની પ્રાયોગિક પરીક્ષા મોકુફ રાખવામાં આવેલ હતી. સરકારશ્રીના નિર્ણય અનુસાર હવે નિયમિત ઉમેદવારોની પ્રાયોગિક પરીક્ષા લેવાની થતી નથી. ફક્ત રીપીટર ઉમેદવારોની પ્રાયોગિક પરીક્ષા લેવાની થાય છે.આ પ્રાયોગિક પરીક્ષા તા ૨૮/૦૭/૨૦૨૧ થી ૩૦/૦૭/૨૦૨૧ દરમ્યાન યોજવામાં આવશે.સદર પરીક્ષાની હોલ-ટીકીટ બોર્ડ દ્વારા ૦૫11 આપવામાં આવશે, જેની વિગતો બોર્ડ દ્વારા અલગથી પ્રસિધ્ધ કરવામાં આવશે.

વધુમાં જણાવવાનું કે મહાનગરપાલીકા વિસ્તારમાં આવતા પરીક્ષા કેન્દ્રો સિવાયના અન્યપરીક્ષા કેન્દ્રો ખાતે અગાઉ પ્રાયોગિક પરીક્ષા લેવાયેલ છે તે પરીક્ષામાં કોરોના કે અન્ય કોઈ અનિવાર્ય કારણોસર ગેરહાજર રહેલ હોય તેવા ફક્ત રીપીટર ઉમેદવારો પણ પ્રાયોગિક પરીક્ષા આપી શકશે.જે રીપીટર ઉમેદવારો અગાઉ લેવાયેલ પ્રાયોગિક પરીક્ષામાં ગેરહાજર રહેલ હોય તે ઉમેદવારો પૈકીના પ્રાયોગિક પરીક્ષા આપવા ઈચ્છતા ઉમેદવારોએ શાળા મારફતે કોરોનાની બિમારી સંબંધિ કેઅન્ય જરૂરી આધાર-પુરાવા જેવા કે RTPCR ટેસ્ટ રીપોર્ટ અન્ય તમામ મેડીકલ રીપોર્ટની ખરી નકલ અને ડૉક્ટરી પ્રમાણપત્ર અને પ્રાયોગિક પરીક્ષામાં ઉપસ્થિત થવા મંજુરી માટે નિયત કરેલ નમુનામાં અરજીપત્રક સહિતની ફાઈલ બોર્ડમાં તા. ૨૧/૦૭/૨૦૨૧ સુધીમાં જમા કરાવવાની રહેશે. ઉમેદવારની અરજી અને આધાર-પુરાવાના ગુણ-દોષના આધારે ઉમેદવારની પ્રાયોગિક પરીક્ષા અંગે બોર્ડ દ્વારા નિર્ણય કરી શાળા/ઉમેદવારને જાણ કરવામાં આવશે. જેની આચાર્યશ્રી, વાલીશ્રી, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોને નોંધ લેવા જણાવવામાં આવે છે. આવા રીપીટર ઉમેદવારોની પ્રાયોગિક પરીક્ષા માટેનુ કેન્દ્ર બોર્ડ દ્વારા ફાળવવામાં આવે તે કેન્દ્ર પરથી પરીક્ષા આપવાની રહેશે. જેની ખાસ નોંધ લેવી.

અરજીનો નમુનો 




WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!