રીપીટર્સની પરીક્ષા કોઇ પણ સ્થિતિમાં યોજાશે

 કોરોના કાળમાં લાંબા સમયથી શિક્ષણકાર્ય ખોરંભે ચડેલું છે. શિક્ષણકાર્ય સંપુર્ણ બંધ છે. ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શાળાઓ બંધ હોવાના કારણે અને પરીક્ષાનું પણ આયોજન થઇ શકે તેમ નહી હોવાનાં કારણે આખરે ધોરણ 1થી 12ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું હતું. જો કે આ માસ પ્રમોશન માત્ર અને માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓને અપાયું હતું. રિપિટર્સ અંગે સરકારે નિર્ણય લેવાનું જે તે સમયે ટાળ્યું હતું. ત્યાર બાદ પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. 

જો કે હવે રિપિટર્સ પણ માંગ કરી રહ્યા છે કે, તેમને પણ માસ પ્રમોશનનો ફાયદો આપવામાં આવે. આ અંગે તેઓ વિવિધ પ્રકારે શિક્ષણ વિભાગને અને શિક્ષણ મંત્રીને અપીલ પણ કરી રહ્યા છે કે તેમને માસ પ્રમોશન આપવામાં આવે. જો કે હજી સુધી આ અંગે ભારે અવઢવની સ્થિતિ હતી. પરંતુ આજે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખોંખારો ખાઇને જણાવી દીધું હતું કે, રિપિટર્સની પરીક્ષા કોઇ પણ સંજોગોમાં યોજાશે જ. વિદ્યાર્થીઓ કોઇ પણ પ્રકારની રાહતના વ્હેમમાં ન રહે. માટે તૈયારીઓ આરંભી દે. 15 જુલાઇએ પરીક્ષાનું આયોજન થશે અને તે અંગેની કામગીરી પણ પુર્ણ થઇ ચુકી છે. માટે વિદ્યાર્થીઓ કોઇ પણ વ્હેમમાં ન રહે અને પરીક્ષા અંગેની તૈયારીઓ શરૂ કરે. 


WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!