28% મોંઘવારી તફાવત ઓનલાઈન ગણતરી કેલ્ક્યુલેટર જુલાઈ ૨૦૨૧


કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને સાતમાં પગાર પંચ અનુસાર ૧૧% મોઘવારી હાલમાં ડીકલેર કરેલ છે.અગાઉ સરકારી કર્મચારીઓને ૧૭% મોંઘવારી મલતી હતી ,જેમાં ૧૧% મોંઘવારી જાહેર થતા સરકારી કર્મચારીઓને ૨૮% મોંઘવારી મળવાપાત્ર થાય છે.

COVID-19 મહામારીને કારણે સરકારે જાન્યુઆરી ૨૦૨૦ થી જુન ૨૦૨૧ સુધી ૧૮ માસ કર્મચારીઓની મોંઘવારી સ્થગિત કરેલ હતી.આમ ૧૮ માસ ની સળંગ મોંઘવારી જે સ્થગિત કરેલ હતી તે ૧૧% મોંઘવારી કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે.આ ૧૮ માસનો કોઈ મોંઘવારી તફાવત કર્મચારીને મળવાપાત્ર નથી જે સરકારી કર્મચારીઓને મોટું નુકશાન છે.ટોટલ ૨૮% મોંઘવારી કેન્દ્ર સરકારના કર્મચારીઓને જુલાઈ ૨૧ ના પગારથી મળવાપાત્ર થશે.

Read: નવા ઇજાફા અને ઘરભાડા અનુસાર જુલાઈ માસમાં આપનો પગાર કેટલો થશે તે જાણો

આ ૧૧% મોંઘવારીની વાત કરીએ તો જાન્યુઆરી ૨૦૨૦ ,જુલાઈ ૨૦૨૦ અને જાન્યુઆરી ૨૦૨૧ એમ કુલ ૧૮ માસની મોંઘવારી થાય.હજુ કર્મચારીઓને જુલાઈ ૨૦૨૧માં મળવાપાત્ર મોંઘવારીની કોઈ જાહેરાત કરવામાં આવેલ નથી ,જે સપ્ટેમ્બર ૨૦૨૧ માં કરવામાં આવશે.જે તે રાજ્ય સરકાર પણ ૧૧% મોંઘવારીનો અમલ પોતાના રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ટૂંક સમયમાં કરશે.

ઘણા સરકારી કર્મચારીઓને એ પ્રશ્ન હોઈ છે કે સરકાર દ્વારા હાલમાં જે ૧૧% મોંઘવારી જાહેર કરવામાં આવેલ છે તેનાથી પોતાને મળવાપાત્ર મોંઘવારીમાં કે પગારમાં કેટલો તફાવત પડશે, તો સરકારી કર્મચારીઓની મોંઘવારી (D.A) ગણતરી માટે અમે નીચે એક કેલ્કયુલેટર આપેલ છે જેમાં કર્મચારીઓ પોતાને મળવાપાત્ર મોંઘવારી તફાવતની સરળતાથી ગણતરી કરી શકશે.

મોંઘવારી તફાવતની ગણતરી કેવી રીતે કરવી?

નીચે આપેલ ઓટોમેટીક મોંઘવારી ગણતરી કેલ્કયુલેટરમાં “જુલાઈ ૨૦૨૧ બેજીક” કોલમમાં કર્મચારીએ પોતાનો જુલાઈ ૨૦૨૧ માં નવા ઇજાફા સાથે મળવાપાત્ર બેજીક લખીને “કેલ્કયુલેટ” બટન પર ક્લિક કરવાથી કર્મચારી ને હાલમાં મળવાપાત્ર ૧૭%મોંઘવારી અને નવી ૨૮% મોંઘવારી જે મલવાની છે તેની ગણતરી ઓટોમેટીક થઇ જશે અને નીચેના કોલમમાં બંને મોંઘવારી વચ્ચેનો તફાવત આવી જશે,જેના પરથી કર્મચારી જાણી શકશે કે પોતાને મળવાપાત્ર એક માસના પગારમાં કેટલો પગાર વધારો થશે.

જુલાઈ ૨૦૨૧ માં કર્મચારીઓને ઇન્ક્રીમેન્ટ પણ મળવાનું છે.આ ઇન્ક્રીમેન્ટ અને મળવાપાત્ર ઘરભાડાની આવીજ રીતે ઓનલાઈન ગણતરી કરવા  ક્લિક કરો.

જુલાઈ ૨૦૨૧ બેજીક
૧૭% મોંઘવારી
૨૮% મોંઘવારી
તફાવત ૧ માસ
WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!