ધોરણ 12 પુનરાવર્તીત (રીપીટર), ખાનગી અને પૃથ્થક પરીક્ષાર્થીઓની પ્રાયોગિક પરીક્ષાના ગુણ બાબત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવામાં આવે છે કે, ધોરણ-૧૨(સામાન્ય પ્રવાહ,ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહ)ના પુનરાવર્તીત(રીપીટર),ખાનગી અને પૃથ્થક પરીક્ષાર્થીઓની પ્રાયોગિક પરીક્ષાના ગુણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી શાળા દ્વારા ઓનલાઇન તા.૧૨/૦૭/ર૦ર૧ થી તા.૧૭/૦૭/૨૦૨૧ દરમ્યાન ભરવાના રહેશે. જેનીતમામ સંબંધિતોને નોંધ લેવા અને સમય મર્યાદામાં પરીક્ષાર્થીઓની પ્રાયોગિક પરીક્ષાના ગુણ ઓનલાઇન ભરવાજણાવવામાં આવે છે. પરીક્ષાર્થીના વિષયો બાબતે કે અન્ય કોઇ વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીની સામાન્ય પ્રવાહ(ક-૧) શાખાનો જરૂર આધારો સાથે સંપર્ક કરવાનો રહેશે.

નોંધ:-પરીક્ષાર્થીઓના ગુણ પરીક્ષાર્થીઓના નામ તથા જુલાઇ-૨૦૨૧ ની પરીક્ષા માટે ફાળવેલ બેઠક નંબર ના આધારે ભરવાના રહેશે. ઓનલાઇન ગુણ ભરવા માટેની તમામ સૂચનાઓ આપની શાળાના ઇન્ડેક્ષ નંબર અને નોંધાયેલ મોબાઇલ નંબરથી લોગીન કર્યા બાદ ઓનલાઇન મળી રહેશે.




WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!