ધોરણ 10 પુનરાવર્તીત (રીપીટર),ખાનગી અને પૃથ્થક પરીક્ષાર્થીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર અખબારી યાદી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યનીતમામ માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવામાં આવે છે કે, ધોરણ-૧૦ના પુનરાવર્તીત (રીપીટર),ખાનગી અને પૃથ્થક પરીક્ષાર્થીઓના શાળા કક્ષાના વિષયના ગુણ બોર્ડની વેબસાઇટ sscmarks.gseb.org અથવા Gseb.org પરથી શાળા દ્વારા ઓનલાઇન તા.૧૩/૦૭/૨૦૨૧ થી તા.૧૮/૦૭/૨૦૨૧ દરમ્યાન ભરવાના રહેશે.જેની તમામ સંબંધિતોને નોંધ લેવા અને સમય મર્યાદામાં ગુણ ઓનલાઇન ભરવા જણાવવામાં આવે છે.પરીક્ષાર્થીના વિષય બાબતે કે અન્ય કોઇ વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીની માધ્યમિક વિભાગની પરીક્ષા શાખાનો જરૂર આધારો સાથે સંપર્ક કરવાનો રહેશે.

નોંધઃ-પરીક્ષાર્થીઓના ગુણ પરીક્ષાર્થીઓના નામ તથા એપ્લીકેશન નંબરના આધારે ભરવાના રહેશે. ઓનલાઇન ગુણ ભરવા માટેની તમામ સૂચનાઓ આપની શાળાના ઇન્ડેક્ષ નંબર અને પાસવર્ડ મારફતે લોગીન કર્યા બાદ ઓનલાઇન મળી રહેશે.




WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!