રિલાયન્સ JIO ફ્રીમાં આપશે 4-G ફોન

રિલાયન્સ જીઓની શુક્રવારે 11 વાગે  40મી વાર્ષિક જનરલ બેઠક(AGM)  મુંબઇમા શરૂ થઇ ગઇ છે. આ બેઠકમાં મુકેશ અંબાણી ભારતમા સૌથી સસ્તુ 4-G ફીચર ફોનની જાહેરાત કરી છે. તેમણે વધાને ચોકાવાત જણાવ્યુ  હતુ કે આ જીઓ ફોન ફ્રીમાં મળશે. જીઓ ફોનની સિક્યોરિટી ડિપોઝિટ માટે લોકોને 1500 રૂપિયા જમા કરાવાના રહશે. જેને કંપની ત્રણ વર્ષ પછી પરત કરશે.  અંબાણીએ વધુમાં જણાવ્યું કે ફ્રી વસ્તુંના દુરુપયોગનો ખતોરો વધી શકે છે. એેટલે  સિક્યોરિટી ડિપોઝિટનુ ફેસલો લેવામાં આવ્યો છે.  

15 ઓગસ્ટથી ટેસ્ટિંગ માટે જિયોફોન ઉપલબ્ધ થશે. એનું બુકિંગ 20 ઓગસ્ટથી શરૂ થશે. વહેલા તે પહેલાના ધોરણ પર સપ્ટેમ્બરમાં આ ફોનની ડિલીવરી શરૂ થશે. અંબાણીએ કહ્યું કે અમે દરેક સપ્તાહે 50 લાખ લોકો સુધી જિયોફોન પહોંચાડવાનો લક્ષ્ય લઇને ચાલી રહ્યા છીએ. એમણે કહ્યું કે અમારું લક્ષ્ય છે કે દેશના મોટાભાગના ફીચર ફોન યૂઝર્સ સુધી આ જિયોફોન પહોંચે. મુકેશ અંબાણીએ જિયોફોનને લઇને કરી મોટી જાહેરાત.

1.  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આગામી બે વર્ષમાં 20 કરોડ 4G ફીચર ફોન વેચવાનો પ્લાન બનાવી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ રિલાયન્સ જીઓ પોતાના 4-G LTE ફીચર ફોનની કિંમત એટલા માટે આટલી ઓછી રાખશે કારણ કે તેની યોજના 2-G સબસ્ક્રાઈબર્સને આકર્ષિત કરીને 4-Gમાં શિફ્ટ કરીને પોતાના ગ્રાહકનો વ્યાપ વધારવાની છે.
2. રિપોર્ટ મુજબ આટલી કિંમતનો ગેપ પૂરવા માટે રિલાયન્સ જીઓ પ્રત્યેક હેન્ડસેટ પર 10 થી 15 ડોલરની એટલે કે રૂ. 700થી વધુની સબસિડી આપી રહી છે. 
3. રિલાયન્સ જીઓનો આ સ્માર્ટફોન 4-G VOTLE  ફોન હશે. જેમાં ગ્રાહક ટેડાની મદદથી ફ્રી ઓડિયો અને વીડિયો કોલિંગ કરી શકે છે. વીડિયો કોલિંગ માટે આમાં ફ્રન્ડ કેમરો હશે. ફોનમાં 2.4 ઇંચની સ્ક્રીન હશે. જે આમ તો નાની છે. પરંતુ ફિચર ફોનને જોતા મોટી સ્ક્રિન માની શકાય છે.  જેમા 512 MB રેમ અને 4-GB ઇન્ટરનલ મેમરી પણ હશે.      
4.  જેમાં રિલાયન્સ જીઓની Jio TV , Jio Money જેવી કેટલીય એપ્લિકેશન પણ હશે. 
5. સ્માર્ટફોનની જેમ તેમાં ટચ સ્ક્રીનની સુવિધા નહીં હોય, પરંતુ વાઈફાઈ સહિત અન્ય તમામ સુવિધાઓ હશે. 
6. જો કે અત્યાર સુધી નક્કી થયું નથી કે આ 4-G ફીચર ફોનનું વેચાણ રિલાયન્સ રિટેલ અથવા રિલાયન્સ જીઓ બે માંથી ક્યા માધ્યમ દ્વારા કરવામાં આવશે, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે તેને પણ રિલાયન્સ જિઓની હેઠળ જ વેચવામાં આવશે. 

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!