હવે તમામ પ્રકારના ટ્રાન્જેક્શનો માત્ર આધાર કાર્ડથી થશે, મોદી સરકારનો નવો પ્લાન તૈયાર

સરકાર દેશમાં નોટબંધી લાગુ કર્યા બાદ હવે કેશલેશ ઈકોનોમી તરફ આગળ વધી રહી છે. સરકારે તમામ મહત્વના વિભાગોમાં ઓનલાઈન અને ડિજિટલ ટ્રાન્જેક્શન કરવાની સૂચના આપી છે. આ સ્થિતિમાં સરકાર વધુ એક મહત્વનું કદમ ઉઠાવવા જઈ રહી છે. જેમાં સરકાર ડેબિટ અને ક્રેડિટ કાર્ડની જગ્યાએ 12 ડિજીટના આધાર નંબરને તમામ પ્રકારના કાર્ડ ટ્રાન્જેક્શનનો વિકલ્પ બનાવી દેશે.

નીતિ આયોગ દેશમાં તમામ પ્રકારના ટ્રાન્જેકશનને 'આધારકાર્ડ' સાથે જોડવા માગે છે.

UIDAIના જણાવ્યા અનુસાર આધાર આધારિત ટ્રાન્જેક્શન કાર્ડલેસ હશે. જેના માટે કોઈપણ પ્રકારના પીન નંબરની જરૂર નહીં પડે. એન્ડ્રોઇડ ફોનધારકો ફિંગરપ્રિન્ટની મદદથી ક્ષણોમાં ટ્રાન્જેક્શન કરી શકશે.

જો કે, આ વ્યવસ્થા લાગુ કરતા પહેલાં ખાસ સ્ટ્રેટેજી ઘડવામાં આવશે. આ સ્ટ્રેટેજી ઘડવા માટે નીતિ આયોગ મોબાઇલ ઉત્પાદકો, વેપારીઓ અને બેંકો સાથે વાતચીત કરી રહ્યું છે. આ મામલે સરકારે અલગઅલગ દિશામાં પ્રયાસો કરવાની પણ શરૂઆત કરી દીધી છે.

નીતિઆયોગ આ અંગે મોબાઈલ ઉત્પાદકો સાથે વાતચીત કરી રહ્યું છે કે, શું તમામ મેડ ઇન ઇન્ડિયા ફોનમાં ઇનબિલ્ટ થંબ આઇડેન્ટિફિકેશન સિસ્ટમનો સમાવેશ કરી શકાય કે નહીં. જેથી આધાર આધારિત ટ્રાન્જેક્શન સરળતાથી કરી શકાય.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!