Gujarat સરકારના કર્મચારીઓ આનંદો : સાતમાં પગારપંચનો પહેલી ઓગસ્ટથી થશે અમલ

વિજય રૂપાણી ગુજરાતના નવ CM બન્યા બાદ આજે ગુજરાત વિધાનસભાની કેબિનેટની બેઠક મળી હતી. જેમાં આગામી વિધાનસભાના સત્રમાં શું કામગીરી કરવી તેમજ અગાઉ પૂર્વ CM આનંદીબહેન પટેલ દ્વારા કરવામાં આવેલી જાહેરાતો પર અમલીકરણ કરવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી.
ત્યારે CM વિજય રૂપાણીની આગેવાનીમાં મળેલી કેબિનેટની બેઠકમાં ગુજરાત સરકારના કર્મચારીઓ માટે 7 માં પગારપંચનો પહેલી ઓગસ્ટથી અમલ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ CM આનંદીબહેન પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું તેના ૨ દિવસ અગાઉ ત્રણ મહત્વની જાહેરાત કરી હતી જેમાં ગુજરાત સરકારના કર્મચારીઓ માટે ૭ માં પગારપંચના અમલીકરણની જાહેરાતનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકારે ગત મહીને સાતમા પગાર પંચના અમલીકરણ કરવાની જાહેરાત કર્યા બાદ હવે ગુજરાત સરકારે પણ આ અંગેનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લીધો હતો. આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે સાતમા પગાર પંચને મંજૂરી આપી દીધી છે.
પગાર પંચના અમલ સાથે ગુજરાત સરકારના કર્મચારીઓને 7 મહિનાનું એરિયર્સ ચુકવાશે. અગાઉ તત્કાલિન મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે 1 ઓગસ્ટ, 2016થી કરવાની જાહેરાત કરી હતી. જેને આજે નવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં બહાલી આપવામાં આવી છે.
પહેલી ઓગસ્ટથી સાતમા પગાર પંચનો અમલ થશે. જેનો લાભ રાજ્યના સરકારી કર્મચારીઓ ઉપરાંત પેન્શનરો પણ મળશે.
WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!