GSEB દ્વારા આજે ધોરણ 10 જુલાઈ પૂરક પરીક્ષા 2023 અંગે શું કરી જાહેરાત

Gseb

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ-૧૦ માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૨૩ માં જે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયમાં ગેરહાજર રહેલ હોય અથવા એક કે બે વિષયમાં અનુત્તિર્ણ (નાપાસ) હોવાને કારણે ગુણપત્રકમાં (NEEDS IMPROVEMENT) “સુધારણાને અવકાશ” ધરાવે છે તેવા પૂરક પરીક્ષા આપવા ઇચ્છુક પરીક્ષાર્થીઓ વર્ષ-૨૦૨૩ ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઇ શકશે.

આવેદન કઇ રીતે કરવું?

પૂરક પરીક્ષા ૨૦૨૩ માટેનું આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા sscpurakreg.gseb.org પરથી ONLINE કરવાનું રહેશે. આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફકત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે. એક અથવા બે વિષયમાં ગેરહાજર રહેલ હોય અથવા એક કે બે વિષયમાં અનુત્તિર્ણ (નાપાસ) હોય તેવા વિદ્યાર્થીઓની યાદી ફકત શાળાની જાણ માટે છે. આવેદનપત્ર રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વિકારવાની પદ્ધતિ અમલમાં નથી. જેથી વિદ્યાર્થીની યાદી બોર્ડને મોકલવાની રહેતી નથી.

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષા Exam Form 2023 માટેની માહિતી |

અંતિમ તારીખ

ધોરણ-૧૦ પૂરક પરીક્ષા-૨૦૨૩ માટે ઓનલાઇન આવેદન કરવાની અંતિમ તા.૦૮/૦૬/૨૦૨૩ નિયત કરવામાં આવેલ હતી, જે લંબાવીને તા.૧૨/૦૬/૨૦૧૩ ના રોજ સાંજે ૧૭:૦૦ કલાક સુધી કરવામાં આવે છે.

ખાસ નોંધઃ-

1. જે વિદ્યાર્થી માર્ચ-૨૦૨૩ પરીક્ષામાં એક અથવા બે વિષયમાં અનુત્તિર્ણ છે અને જે એક અથવા બે વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત (12)નો સમાવેશ થયેલો છે તેવા ઉમેદવારો ઓનલાઇન આવેદન ભરવાની પ્રક્રિયા દરમ્યાન ગણિત વિષયની પસંદગી બદલી શકે છે એટલે કે સ્ટાન્ડર્ડ ગણિતમાં અનુત્તિર્ણ થયેલ ઉમેદવાર સ્ટાન્ડર્ડ ગણિતના બદલે બેઝિક ગણિત વિકલ્પ બદલી શકશે.

2, જે વિદ્યાર્થી માર્ચ-૨૦૨૩ ની પરીક્ષા બેઝિક ગણિત (18) સાથે ઉત્તીર્ણ થયા છે અને તેઓ ધોરણ-11 (વિજ્ઞાન પ્રવાહ)માં A અથવા AB ગ્રુપમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક છે તેવા વિદ્યાર્થી જે શાળામાંથી ધો- 10ની માર્ચ-૨૦૨૩ની પરીક્ષાનું આવેદનપત્ર ભરેલ હોય તે જ શાળામાંથી સ્ટાન્ડર્ડ ગણિત (12) વિષય માટે પૃથક (ISOLATED) ઉમેદવાર તરીકે ઓનલાઇન આવેદન કરી શકશે.

૩. કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રીએ પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપેલ છે. તેથી કન્યા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી લેવાની રહેતી નથી. પરંતુ પૂરક પરીક્ષા-૨૦૨૩ માટે ઓનલાઇન આવેદન (રજીસ્ટ્રેશન) કરવું ફરજીયાત છે. 

4. ઓનલાઇન આવેદન કરવા માટેની તથા ફી ભરવાની સુચનાઓ ઉપરોકત વેબસાઇટ પર મુકવામાં આવેલ છે.

5. સંસ્કૃત પ્રથમાના ૧ અથવા ૨ વિષયમાં અનુત્તિર્ણ/ગેરહાજર વિદ્યાર્થી માટેનું આવેદન ઓફલાઇન કરવાનું રહેશે. સંસ્કૃત પ્રથમાની શાળાઓએ વિદ્યાર્થીની સહી કરેલ યાદી તથા ફી ની રકમનો ડી.ડી.બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરી પર મોકલી આપવા જણાવવામાં આવે છે,

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!