ગુજરાત સરકાર દ્વારા આજે શું લેવાયો મોટો શૈક્ષણિક નિર્ણય,જાણો સંપૂર્ણ વિગત

ગુજરાત સરકાર દ્વારા આજે લેવાયો મોટો શૈક્ષણિક નિર્ણય

  • ભૂપેન્દ્ર સરકારનો મોટો શૈક્ષણિક નિર્ણય
  • બી.એડ, પીટીસીના વિદ્યાર્થીઓ આપી શકશે ટેટની પરીક્ષા
  • અત્યાર સુધી બી.એડ કે પીટીસી પાસ કર્યા બાદ જ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકતા હતા
  • બીએડ અને પીટીસીના છેલ્લા વર્ષમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હવે આપી શકશે ટેટની પરીક્ષા, મંત્રી જીતુ વાઘાણીનું એલાન

ગુજરાત ની ભૂપેન્દ્ર પટેલ સરકારે બી.એડ, પીટીસીના વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વનો શૈક્ષણિક નિર્ણય જાહેર કર્યો છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી એ એવી જાહેરાત કરી કે બી.એડ, પીટીસીના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ પણ હવે ટેટની પરીક્ષા આપી શકશે. અત્યાર સુધી તો બી.એડ કે પીટીસી પાસ કર્યા બાદ જ વિદ્યાર્થીઓ ટેટની પરીક્ષા આપી શકતા હતા પરંતુ હવે સરકારે નિયમમાં ફેરફાર કર્યો છે. 

Teacher Eligibility Test--ll (TET-ll)-2022 Notification |શિક્ષક યોગ્યતા કસોટી-II (TET-II)

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની વધુ એક જાહેરાત

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી એ આ મુજબની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે બીએડ અને પીટીસીના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ ટેટ-1 અને ટેટ -2ની પરીક્ષા આપી શકશે. 

Jitu vagani

કેબિનેટની બેઠકમાં 3 મોટા નિર્ણય 

આજે કેબિનેટની બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડ,  પોલીસ ભરતીની જાહેરાત અને એન્જિનિયરિંગ અને મેડિકલ સહિતના પ્રોફેશનલ કોર્સિસને ગુજરાતીમાં ભણતર એવા ત્રણ મોટા નિર્ણય લેવાયા હતા. મંત્રી જીતુ વાઘાણી એ 2020 ની નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાતીમાં અભ્યાસક્રમો તૈયાર કરવા સમિતિ રચી છે.

Teacher Eligibility Test-I (TET-I)-2022 Notification |રાજ્ય પરીક્ષા બોર્ડ,શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I)-૨૦૨૨


આવતા વર્ષે ગુજરાતમાં 300 PSI અને 9000 LRDની ભરતી 

ભૂપેન્દ્ર સરકારના રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ એકેડમી ખાતે આયોજીત એક કાર્યક્રમમાં મોટી જાહેરાત કરી છે, આવતા વર્ષે રાજ્યમાં 300 PSI અને 9000 LRDની ભરતી કરવાની પણ જાહેરાત કરી છે. ગૃહ 

શું છે ટેટની પરીક્ષા

સરકારી અને ખાનગી સ્કૂલોમાં શિક્ષકો ની ભરતી માટે ઉમેદવારો ની પાત્રતા નક્કી કરવા માટે દર વર્ષે સરકાર દ્વારા અથવા તો સક્ષમ સત્તામંડળ દ્વારા ટીચર એલિજિબિલીટી ટેસ્ટ (ટેટ) ની પરીક્ષા લેવાતી હોય છે. 

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!