Whats App Status કોઈ પણનું ડાઉનલોડ કરો હવે તમારા મોબાઇલમાં


Whats  Appનું સ્ટેટસ ફીચર બહું પ્રખ્યાત છે.Whats app યુઝર્સ કોઈ પણ ફોટો, વીડિયો અથવા ટેક્સ્ટને પોતાના સ્ટેટસમાં અપલોડ કરી શકે છે. આ સ્ટેટસ 24 કલાક સુધી સક્રિય રહે છે. જો કે કેટલાક લોકોના સ્ટેટસ એવા હોય છે કે તેને સ્ક્રિનશોટ લેવા પડે છે. પરંતુ જો વીડિયો હોય તો તેમાં સ્ક્રિનશોટ પાડી શકાતા નથી. સ્ટેટસમાંથી વીડિયો ડાઉનલોડ કરવા માટે અહીં અમે તમને માહિતગાર કરીશું.

 

વ્હોટ્સેપ સ્ટેટસને તમારા mobileમાં સેવ કરવા માટે તમારે પહેલા જે તે વ્યક્તિનું સ્ટેટસને ઓપન કરવું પડશે. જો તે વીડિયો છે તો તેને ફુલ પ્લે કર્યા બાદ ફોનના ફાઈલ મેનેજરમાં સેવ થઈ જશે. મોટાભાગના ફોનમાં ફાઈલ મેનેજર ઈનબિલ્ટ આવે છે. જો તમારા ફોનમાં ફાઈલ મેનેજર નથી તો તેને download કરી લો. ત્યારબાદ તમે ફાઈલ મેનેજર(File Manager) ઓપન કરો. ફાઈલ મેનેજરના સેટિંગમાં જાવ. અહીં તમને show hidden filesનું ઓપશન મળશે. તેને On કરો.

Read:Redmi Note 10 સીરીઝનું પાંચમુ મૉડલ નવો 5G ફોન લૉન્ચ, સસ્તામાં મળશે ત્રિપલ રિયર કેમેરા સાથે શાનદાર ફિચર્સ |

 

ત્યારબાદ તમને એ Files જોવા મળશે જે બાય ડિફોલ્ટ હાઈડ રહે છે. હવે તમે ફાઈલ મેનેજરમાં ફોનના ઈન્ટરન્લ મેમરીમાં (internal memory) જાવ. અહીં તમને What's App નું ફોલડર જોવા મળશે. તેને ઓપન કરવા પર media નું ફોલ્ડર દેખાશે તેને ઓપન કરતા .Statuses ફોલ્ડર જોવા મળશે. આ ફોલ્ડરમાં તમામ વ્હોટ્સેપ સ્ટેટસ રહે છે. હવે જે સ્ટેટસ વીડિયો તમે સેવ કરવા માગો છો, તેને સિલેક્ટ કરી કોપી કરી લો. ત્યારબાદ તેને ઈન્ટર્નલ સ્ટોરેજમાં પેસ્ટ કરી દો. હવે આ ફાઈલ સ્ટેટસ હટાવી લીધા બાદ પણ તમારા ફોનમાં સેવ રહેશે. ફાઈલને રિનેમ કરીને આગળથી તમે ડોટ હટાવી શકો છો. આથી વીડિયો તમામ જગ્યાએ વિઝિબલ થઈ જશે.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!