Gujcet Hall Ticket 2021 download કરવા બાબત

 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જણાવે છે કે તા.૦૬/૦૮/૨૦૨૧, શુક્રવારના રોજ લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) - ૨૦૨૧ની પરીક્ષાનું એડમીશન કાર્ડ (પ્રવેશિકા/HallTicket) ફક્ત ઓનલાઈન મૂકવામાં આવશે. જેની ગુજકેટ-૨૦૨૧ના તમામ ઉમેદવારોએ, વાલીઓએ તથા રાજ્યની વિજ્ઞાન પ્રવાહની તમામ ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓએ નોંધ લેવા વિનંતી છે.

નવા ઇન્ક્રીમેન્ટ અને ઘરભાડા ગણતરીનું ઓનલાઈન કેલ્ક્યુલેટર

ગુજકેટ-૨૦૨૧ ની પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ પોતાનું એડમીશન કાર્ડ (પ્રવેશિકા)બોર્ડની વેબસાઈટ gseb.org પરથી તા.૨૪/૦૭/૨૦૨૧ થી download કરવાનું રહેશે. જેમા ઉમેદવારોએ ગુજકેટ-૨૦૨૧ માટે ભરેલ આવેદનપત્રમાં નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ આઈ.ડી અને જન્મ તારીખ અથવા એપ્લીકેશન નંબર દાખલ કરી એડમીશન કાર્ડ (પ્રવેશિકા) ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારો પોતાના નામ પરથી પણ એડમીશન કાર્ડ (પ્રવેશિકા)  search કરી જન્મ તારીખની વિગત ભરીને ડાઉનલોડ કરી શકશે.

આ ઉપરાંત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે નોંધાયેલ રાજ્યની વિજ્ઞાન પ્રવાહની તમામ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ પોતાના ઈન્ડેક્ષ નંબર તથા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર નો ઉપયોગ કરી લોગ-ઈન કરીને પોતાની શાળાના ગુજકેટ-૨૦૨૧ માટેના ઉમેદવારોના એડમીશન કાર્ડ (પ્રવેશિકા) ડાઉનલોડ કરીને તમામ વિદ્યાર્થીઓને વિતરણ કરી શકશે.

ગુજકેટ-૨૦૨૧ માટેની એડમીશન કાર્ડ (પ્રવેશિકા) ફક્ત ઓનલાઈન માધ્યમથી મળી રહેશે જે પરીક્ષામાં પ્રવેશ માટે માન્ય રહેશે. આ હોલટીકીટ પર શાળાના આચાર્યશ્રીઓના સહી સિક્કો કરાવવાની જરૂર નથી જે ધ્યાને લેશો.

વધુમાં જણાવવાનું કે વિદ્યાર્થીએ પરીક્ષા દરમ્યાન એડમીશન કાર્ડ (પ્રવેશિકા) સાથે કોઈ પણ એક ફોટો આઈ.ડી પ્રુફ (આધાર કાર્ડ અથવા ડ્રાઈવીંગ લાયસન્સ અથવા ધોરણ-૧૨ની પરીક્ષાની હોલટીકીટ) સાથે લઈ જવાની રહેશે. જેની ખાસ નોંધ લેવી.




WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!