સરકારે હવે કેન્દ્રીય કર્મચારીઓનું HRA (House Rent Allowance) પણ રિવાઈઝ કરી નાખ્યું છે


સરકારે હવે કેન્દ્રીય કર્મચારીઓનું HRA (House Rent Allowance) પણ રિવાઈઝ કરી નાખ્યું છે. ત્યારબાદ હવે કર્મચારીઓના ઓગસ્ટમાં પગારમાં HRA પણ વધીને આવશે. સરકારના આદેશ મુજબ HRA એટલા માટે વધારવામાં આવ્યું છે કારણ કે મોંઘવારી  ભથ્થું 25 ટકાથી વધુ થયું છે. 

કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 17 ટકાથી વધારીને 28 ટકા કર્યું છે. આ જાહેરાત બાદ કેન્દ્ર સરકારે હાઉસ રેન્ટ અલાઉન્ટ પણ વધારીને 27 ટકા સુધી કર્યું છે. વાત જાણે એમ છે કે ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડેચરે 7 જુલાઈ 2017ના રોજ એક આદેશ બહાર પાડ્યો હતો જેમાં કહેવાયું હતું કે જ્યારે મોંઘવારી ભથ્થું 25 ટકાથી વધુ થશે તો હાઉસ HRA પણ રિવાઈઝ કરવામાં આવશે. 1 જુલાઈથી ડિયરનેસ અલાઉન્સ વધારીને 28 ટકા કરવામાં આવ્યું છે. આથી HRA પણ રિવાઈઝ કરવું જરૂરી છે. 

ઇજાફો ઘરભાડુ

Read: નવા ઇજાફા અને ઘરભાડા અનુસાર જુલાઈ માસમાં આપનો પગાર કેટલો થશે તે જાણો

શહેર પ્રમાણે અલગ અલગ હોય છે ઘરભાડુ
નાણા મંત્રાલયના આદેશ મુજબ કેન્દ્રીય કર્મચારીઓને તેમના શહેરના આધારે HRA મળશે. શહેરોને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યાં છે. X, Y અને Z. રિવિઝન બાદ X કેટેગરીના શહેરો માટે HRA બેઝિક પેના 27 ટકા રહેશે. એ જ રીતે Y કેટેગરીના શહેરો માટે HRA બેઝિક પેના 18 ટકા રહેશે જ્યારે Z કેટેગરીના શહેરો માટે આ બેઝિક પે ના 9 ટકા રહેશે. 

Read: 28% મોંઘવારી તફાવત ઓનલાઈન ગણતરી કેલ્ક્યુલેટર જુલાઈ ૨૦૨૧

મોંઘવારી 50 ટકા ઉપર જશે તો ઘરભાડુ આટલું થશે .
જો કોઈ શહેરની વસ્તી 5 લાખને પાર કરી જાય તો તે Z કેટેગરીમાંથી Y કેટેગરીમાં અપગ્રેડ  થઈ જાય છે. એટલે કે ત્યાં 9 ટકાની જગ્યાએ 18 ટકા HRA મળશે. જે શહેરની વસ્તી 60 લાખથી વધુ થાય તે X કેટેગરીમાં આવે છે. ત્રણેય કેટેગરી માટે ન્યૂનતમ હાઉસ રેન્ટ અલાઉન્સ 5400, 3600 અને 1800 રૂપિયા હશે. ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડેચરના જણાવ્યાં મુજબ જ્યારે મોંઘવારી ભથ્થું 50 ટકા ઉપર જશે ત્યારે HRA X, Y અને Z શહેરો માટે 30 ટકા, 20 ટકા અને 10 ટકા  કરી નાખવામાં  આવશે.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!