“આચાર્ય અભિરૂચિ કસોટી ૨૦૨૧ સુધારેલ જાહેરનામું” (Head Masters Aptitude Test- HMAT)-2

આમુખ દર્શિત જાહેરનામાથી આચાર્ય અભિરૂચિ કસોટી -૨૦૨૧ નું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. રાજ્ય પરીક્ષા બોર્ડને મળેલ રજૂઆતોને ધ્યાને લઈ ઉમેદવારોના હિતમાં આ પરીક્ષાની આવેદનપત્ર ભરવાની તથા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગેની તારીખમાં નીચે મુજબનો ફેરફાર કરવામાં આવે છે. જેની સબંધિતોએ ખાસ નોંધ લેવી.

Read: નવા ઇજાફા અને ઘરભાડા અનુસાર જુલાઈ માસમાં આપનો પગાર કેટલો થશે તે જાણો

આચાર્ય અભિરૂચિ કસોટી-૨૦૨૧ (Head Masters Aptitude Test- HMAT)-2 નો સુધારેલો કાર્યક્રમ:

૧.સુધારેલુ જાહેરનામું બહાર પાડ્યાની તારીખ:૨૧/૦૬/૨૦૨૧
૨. વર્તમાનપત્રોમાં આ ફેરફાર અંગેની જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ: ૨૨/૦૬/૨૦૨૧
૩.ઉમેદવારો માટે રજીસ્‍ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો ૧૯/૦૭/૨૦૨૧ થી ૩૧/૦૭/૨૦૨૧
૪.નેટ બેંકીંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો ૧૯/૦૭/૨૦૨૧ થી ૦૧/૦૮/૨૦૨૧
પ.લેટ ફી રાજ્ય પરીક્ષા બોર્ડ ખાતે જમા કરાવવાનો સમયગાળો ૦૨/૦૮/૨૦૨૧ થી ૦૩/૦૮/૨૦૨૧
૬.ઉમેદવારોના ભરાયેલ આવેદનપત્રોમાં રજૂ થયેલ લાયકાત/અનુભવની વિગતોનું જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા વેરિફિકેશન કરી આવેદનપત્ર એપ્રુવ કરવાનો સમયગાળો૦૪/૦૮/૨૦૨૧ થી૧૧/૦૮/૨૦૨૧
૭.જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ એપ્રુવ કરેલ આવેદનપત્રો બોર્ડ ખાતે જમા કરાવવાનો સમયગાળો ૧૨/૦૮/૨૦૨૧ થી ૧૩/૦૮/૨૦૨૧
ખાસ નોંધ: આ પરીક્ષાની તારીખ અંગેની જાહેરાત હવે પછીથી કરવામાં આવશે. જેની તમામ સબંધિતોએ નોંધ લેવી. આ અંગે તમામ સુચનાઓ માટે SEB ની વેબસાઇટ સતત જોતા રહેવા જણાવવામાં આવે છે.

લેટ ફી:-
જે ઉમેદવારોને નિયત સમયગાળામાં ફી ભરવાની રહી ગઇ હોય તેવા ઉમેદવારો તા:૦૨/૦૮/૨૦૨૧ થી તા ૦૩/૦૮/૨૦૨૧ દરમ્યાન રૂ! ૨૦૦/- લેટ ફી સહિત નિયત ફી રાજ્ય પરીક્ષા બોર્ડ, સેક્ટર-૨૧,ગાંધીનગર ખાતે રૂબરૂ ભરી શકશે.
આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૧૯/૦૭/૨૦૨૧ (બપોર ૧૪.૦૦ કલાક) થી તા:૩૧/૦૭/૨૦૨૧ (રાત્રે ૨૩.૫૯ કલાક)--દરમિયાન http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે.ઓનલાઇન અરજીપત્રકમાં દર્શાવેલ અનુભવ/લાયકાત ની વિગતોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન સબંધિત જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા તાઃ:૦૪/૦૮/૨ર૦૨૧ થી તા:૧૧/૦૮/૨૦૨૧ દરમ્યાન થનાર હોય ઉમેદવારોએ ઓનલાઇન દર્શાવેલ અનુભવ/લાયકાત અંગેના અસલ દસ્તાવેજો સાથે તેઓ જે જિલ્લામાં શિક્ષક હોય તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ખાતે અચુક ઉપસ્થિત રહેવાનું રહેશે અનુપસ્થિત રહેનાર ઉમેદવારની ઉમેદવારી રદ કરવાને પાત્ર રહેશે જેની સબંધિત તમામે ખાસ નોંધ લેવી.

Read: 28% મોંઘવારી તફાવત ઓનલાઈન ગણતરી કેલ્ક્યુલેટર જુલાઈ ૨૦૨૧

શૈક્ષણિક લાયકાત અને અનુભવની વિગતો, કસોટીનું માળખુ, પરીક્ષા ફી, ફી ભરવાની પધ્ધતિ, કસોટી/પરીક્ષા કેન્દ્ર, પ્રશ્નપત્રનું માધ્યમ સહિતની અન્ય સુચનાઓ રાજ્ય પરીક્ષા બોર્ડના તા:૧૫/૦૬/૨૦૨૧ ના જાહેરનામા ક્રભાુંક:યાફો/HMAT/૨૦૨૧/૪૧૭૮-૪૨૨૧ અનુસાર યથાવત રહેશે જેની સબંધિતોએ નોંધ લેવી.


WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!