ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષા Exam Form 8 June 2023 માટેની માહિતી

Exam Form


આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ,ઉ.બુ. પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ- ૨૦૨૩ માં જે પરીક્ષાર્થીઓ એક(૧) વિષયમાં ગેરહાજર રહેલ હોય અથવા એક(૧) વિષયમાં અનુત્તિર્ણ (નાપાસ) હોવાને કારણે ગુણપત્રકમાં (NEEDS IMPROVEMENT) "સુધારણાને અવકાશ ધરાવે છે તેવા પૂરક પરીક્ષા આપવા ઇચ્છુક પરીક્ષાર્થીઓ જુલાઇ ૨૦૨૩ ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઇ શકશે.

Exam Form કેવી રીતે ભરવું?

પૂરક પરીક્ષા ૨૦૨૩ માટેનું Exam Form શાળાઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા hscgenpurakreg.gseb.org પરથી ONLINE કરવાનું રહેશે. આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફકત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે. શાળાઓને મોકલેલ એક(૧) વિષયમાં ગેરહાજર રહેલ હોય અથવા એક(૧) વિષયમાં અનુત્તિર્ણ (નાપાસ) હોય તેવા વિદ્યાર્થીઓની યાદી ફકત શાળાની જાણ માટે છે. આવેદન રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વિકારવાની પદ્ધતિ અમલમાં નથી. જેથી વિદ્યાર્થીની યાદી બોર્ડને મોકલવાની રહેતી નથી.

જ્ઞાન સાધના સ્કૉલરશીપ પરીક્ષા 2023 (Gyan Sadhana) ની તારીખમાં ફેરફાર,જાણો સંપૂર્ણ વિગત.

ઓનલાઇન Exam Form ભરવાની તારીખો:

પૂરક પરીક્ષા ૨૦૨૩ માટેનું આવેદન તા.૦૭/૦૬/૨૦૨૩ બપોરે ૧૨:૦૦ કલાકથી તા.૧૪/૦૬/૨૦૨૩ સાંજે ૧૭:૦૦ કલાક સુધી ઓનલાઇન કરી શકાશે,

Exam Form ફી બાબત ખાસ નોંધ:-

1. કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રીએ પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપેલ છે. તેથી કન્યા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી લેવાની રહેતી નથી. પરંતુ પૂરક પરીક્ષા- ૨૦૨૩ માટે ઓનલાઇન આવેદન (રજીસ્ટ્રેશન) કરવું ફરજીયાત છે.

 2. ઓનલાઇન આવેદન કરવા માટેની તથા ફી ભરવાની સુચનાઓ ઉપરોકત વેબસાઇટ પર મુકવામાં આવેલ છે.

૩. સંસ્કૃત મધ્યમાંના ૧ વિષયમાં અનુત્તિર્ણ વિદ્યાર્થી માટેનું આવેદન(ઓફલાઇન) કરવાનું રહેશે, વિદ્યાર્થીની સહી કરેલ યાદી તથા ડી.ડી. બોર્ડની ગાંધીનગર કચેરી ખાતે મોકલી આપવા જણાવવામાં આવે છે.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!