બિપોરજોય વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે.
બિપોરજોય વાવાઝોડુ: ગુજરાત પર હાલ બિપોરજોય વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે. ત્યારે આ વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધશે કે પાકિસ્તાન જશે તેના તરફ લોકોની મીટ મંડાઇ રહિ છે. ગુજરાત પર અગાઉ વાયુ, તૌકતે જેવા વાવાઝોડા આવે ઘણુ નુકશાન પહોંચાડી ચૂક્યા છે ત્યારે આ બિપોરજોય વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધે છે કે પછી તેની દિશા છે તે મહત્વનુ બની રહે છે. ત્યારે ચાલો જાણીએ આ અંગે હવામાન વિભાગની શું આગાહિ છે અને વાવાઝોડાના સંભવિત જોખમને લઇ ને તંત્ર એ શું તૈયારીઓ કરી છે.
બિપોરજોય વાવાઝોડુ વિષે હવામાન વિભાગની શું આગાહિ છે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યારે વાવાઝોડું દક્ષિણ પશ્વિમ પોરબંદરથી 640 કિલોમીટર દૂર સ્થિત છે. તે હવે ધીમે ધીમે દરિયાકાંઠાથી નજીક આવી રહ્યુ છે. વાવાઝોડાનો માર્ગ વારંવાર બદલાતાં લોકોમા ફરી ચિંતા વધી રહી છે. હવે જખૌ તરફ ફંટાતાં કચ્છ અને માટે ચિંતાનું પ્રમાણ થોડુ વધ્યું છે. આગામી તારીખ 11 થી 14 જૂન સુધી તેજ પવન સાથે ભારે વરસાદની આવવાની શક્યતાઓ દેખાઇ છે. અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આ અંગે જણાવ્યું હતું કે, વાવાઝોડાને કારણે 10, 11 અને 12 જૂને પવન 80 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શકયતાઓ રહેલી છે. તેમજ પવન 120 કિમી પ્રતિ કલાકની ગતિ પણ પકડી શકે છે. આ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ અને વાવાઝોડાની સંભાવના રહેલી છે.
10 પાસ માટે GSRTC અમદાવાદમાં પરીક્ષા વગર સીધી ભરતી, છેલ્લી તારીખ : 27-06-2023 |
બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્રની તમામ તૈયારીઓ પૂર્ણ
બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર એ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અધિકારીઓ અને કર્મચારીઓને હેડકવાર્ટર ન છોડવા સૂચના આપવામા આવી છે. આવનારા વાવાઝોડા ની સંભવિત અસર ને પહોંચી વળવા તંત્ર એલર્ટ છે. ત્યારે વાવાઝોડું 12 જૂન બાદ કરાંચી તરફ શકે તેવી શક્યતાઓ દેખાઇ રહિ છે. ત્યારે સૌરાષ્ટ્ર- કચ્છનાં દરિયાકિનારે અસર કરી શકે છે. વાવાઝોડાને કારણે દરિયાકિનારાના વિસ્તારોમા ભારે પવન ફુંકાશે. દરિયા કિનારે 70 થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. તેમજ સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદ પણ પડવાની અગાહિ છે.
બિપોરજોય વાવાઝોડાને લઈને લોકોનું સ્થળાંતર
જરૂર જણાશે તો સ્થળાંતર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામા આવશે.પાછલા વર્ષો દરમિયાન આવેલા તૌકતે દરિયાઈ વાવાઝોડાને કારણે સોમનાથ જિલ્લાના અને ભાવનગર જિલ્લાના ઘણા ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતુ. તંત્ર તરફથી દરિયાકાંઠાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમા સર્વે કરી આશ્રસ્થાનો અને શેલ્ટર હોમની યાદિઓ કરી લેવામા છે. જણાયે જરૂરિયાત વાળા લોકોનુ ત્યા સ્થળાંતર તાત્કાલીક કરવામા આવશે. ત્યારે જિલ્લા અને તાલુકા મથકે વાવાઝોડાની આગાહિ ને પગલે કંટ્રોલ રૂમ શરૂ કરવામા આવ્યા છે.
બિપોરજોય વાવાઝોડાને લીધે આ જિલ્લાઓમા છે એલર્ટ
રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે દરિયાઇ પટ્ટીના કલેકટરશ્રીઓ સાથે વિડીયો કોંફરંસ્થી મીટીંગ યોજી વાવાઝોડાની પૂર્વતૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. ભારતીય હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક સુશ્રી મોહંતીએ આ બેઠકમાં માહિતી આપતા જણાવ્યું હતુ કે, હાલની સ્થિતિએ આ વાવાઝોડું પોરબંદરથી દૂર દરિયામા સ્થિત થયેલું છે, પરંતુ તેની ગુજરાત પર ટકરાવાની શ્કયતાઓ ઓછી દેખાઇ રહિ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આમ છતાં દરિયાકાંઠાના 13 જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, જામનગર, સુરત, વલસાડ, નવસારી વગેરેમાં કલેક્ટરશ્રીઓને પૂરતી સતર્કતા અને તકેદારી તથા પૂર્વતૈયારીઓ રાખવા માર્ગદર્શન આપ્યું હતું.
0 ટિપ્પણીઓ