GSEB દ્વારા SSC ઓનલાઇન ફોર્મ અંગે શું આપી મહત્વની સુચના,જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ખાતે નોંધાયેલ રાજયની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીઓ, શાળાના સંચાલકશ્રીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે, ધોરણ-10 વર્ષ-2023 ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની અંતિમ તા:07/01/2023 છે, જે શાળાઓએ પ્રિન્સીપાલ એપ્રુવલ આપવાનું બાકી છે તેઓએ તાત્કાલિક પ્રિન્સીપાલ એપ્રુવલ આપી દેવાનું રહેશે. આવેદનપત્રમાં કોઇપણ પ્રકારના સુધારા કરવાના બાકી હોય કે પ્રિન્સીપાલ એપ્રુવલ આપવાનું બાકી હોય તો અંતિમ તારીખ.07/01/2023 ના રોજ રાત્રીના 12:00 કલાક સુધી કામગીરી પૂર્ણ કરી દેવાની રહેશે અને કોઇ પણ પ્રકારની વિસંગતતાના કારણે ઓનલાઇન આવેદનપત્ર ભરવામાં મુશ્કેલી થયેલ હોય તેવા કિસ્સામાં તમામ દસ્તાવેજો સાથે કચેરી સમય દરમિયાન બોર્ડની કચેરીનો રૂબરૂમાં સંપર્ક કરી સમયમર્યાદામાં આવેદનપત્ર ભરવા જણાવવામાં આવે છે અને બાકી રહેતી ચૂકવવાની થતી ફી તા.12/01/2023 સુધી ભરી શકાશે.



WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!