દરેક દેશવાસીઓએ પોતાનો અમૂલ્ય મત આપવો જોઈએ, જેથી સુવ્યવસ્થિત સરકાર રચી શકાય. વિવિધ ધારાસભ્યો, સંસદસભ્યો અને તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યોની પસંદગી મતદાન પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. આ પ્રક્રિયા લોકો દ્વારા કરવામાં આવે છે.
નાગરીકો ની ક્ષમતા
દરેકે મત આપવો જોઈએ, કારણ કે દરેકનો અભિપ્રાય અલગ છે. ભારતીય લોકશાહી માં, નાગરિકો પાસે દેશના નેતૃત્વ ની અધ્યક્ષતા કોણ કરી શકે તે પસંદ કરવાની ક્ષમતા છે.
આનાથી નાગરિકો ને આ રાજકીય દુનિયા માં તેમના વિચારો વ્યક્ત કરવાની તક મળે છે. લોકશાહી નો સમગ્ર ઉદ્દેશ્ય રાજકીય ૫રીપેક્ષ માં પોતાની વાત કહેવા અને દરેક નાગરિક નો અવાજ સાંભળવામાં આવે તેની ખાતરી કરવાનો છે.
મતદાન સર્વોપરી છે
દેશને પ્રમાણિક નાગરિકો ની જરૂર છે. દેશના નેતા ને પસંદ કરવામાં સામાન્ય જનતા મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમામ લોકો પોતપોતાની ફરજને યોગ્ય રીતે સમજી ને મતદાન કરે તો ચોક્કસ દેશને સારી સરકાર મળે છે.
ભારત દેશ માં નાગરિકોને સર્વોચ્ચ માનવામાં આવે છે. ભારત માં લોકોથી વધુ મહત્વની કોઈ શક્તિ નથી. મતદાન ના મહત્વ વિશે દરેક વ્યક્તિએ જાણવું જરૂરી છે. ગામ હોય કે શહેર, તમામ લોકોએ મતદાન કરવું જોઈએ, નહીં તો દેશની પ્રગતિ જોખમમાં આવી શકે છે.
દેશની લગામ સાચા હાથમાં જવી જોઈએ, આ નિર્ણય જનતાએ લેેેેેવાનો છે. મતદાન એ નાગરિકો નો અધિકાર છે, જેના આધારે તેઓ સરકાર બનાવી શકે છે. જો નાગરિકોને કોઈ પ્રતિનિધિ યોગ્ય ન લાગે તો તેઓ તેની સામે પણ અવાજ ઉઠાવી શકે છે.
સાચા અને લાયક પ્રતિનિધિ ની પસંદગી
દેશના નાગરિકો હંમેશા વિચારે છે કે એવા પ્રતિનિધિ અને ઉમેદવાર ઊભા હોવા જોઈએ જે ભ્રષ્ટાચાર મુક્ત સરકાર બનાવી શકે. દેશનો સાચો શાસક જે સક્ષમ અને સાચા મનથી દેશ પ્રત્યેની પોતાની ફરજ નિભાવે. એવા વધુ લાયક શાસક જે દેશના નાગરિકો ની સેવા કરે અને લોકોના હિતને ધ્યાનમાં રાખીને દરેક નિર્ણય લઇ શકે એવા લાયક પ્રતિનિધિને સામાન્ય જનતાના સમર્થનની જરૂર છે.
7th Pay commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, નવા વર્ષે મોંઘવારી ભથ્થું આટલું વધશે
મતદાનનું મહત્વ ન સમજવાની ભૂલ
જે લોકો મતદાનનું મહત્વ નથી સમજતા તેઓ મોટી ભૂલ કરે છે. તેઓ એવા ઉમેદવારને પસંદ કરે છે જે દેશને બરબાદ તરફ ઘકેલે છે. આવા પ્રતિનિધિઓ ચૂંટણી જીતીને પોતાના પદનો ખોટો ફાયદો ઉઠાવે છે અને તેઓ ભ્રષ્ટ બની જાય છે. ભ્રષ્ટ નેતાઓના કારણે દેશ પહેલાથી જ ઘણું સહન કરી ચુક્યું છે.
ભ્રષ્ટ નેતાઓ આવી ચૂંટણીઓ ત્યારે જ જીતે છે જ્યારે તમામ નાગરિકો મતદાનમાં ભાગ લેતા નથી. મતદાનમાં ભાગ ન લઈને કેટલાક નાગરિકો દેશની પ્રગતિની લગામ ખોટા વ્યક્તિના હાથમાં મૂકી દે છે. જો દરેક વ્યકિત મતદાન પ્રક્રિયામાં ભાગ લે અને યોગ્ય અને ઉચિત વ્યકિતની તરફેણમાં પોતાનો મત આપે તો જ યોગ્ય ઉમેદવાર ૫સંદ કરી શકાય છે. જો તમારા વિસ્તારમાં યોગ્ય ઉમેદવાર ચૂંટાયા નથી તેના માટે તમે જ જવાબદાર છો.
પ્રામાણિક અને કાર્યક્ષમ સરકાર
દેશને પ્રામાણિક સરકાર ત્યારે જ મળે છે જ્યારે તમામ લોકો મતદાન કરે. દેશમાં દર પાંચ વર્ષે ચૂંટણી યોજાય છે. આ ચૂંટણીઓમાં દેશવાસીઓએ નક્કી કરવાનું છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કોની બનાવવી છે.
મતદાન કરવાની તક
જો કોઈ કારણસર સરકાર પોતાની કાર્યો યોગ્ય રીતે ચલાવી શકતી ન હોય અને દેશવાસીઓ તેમના કામથી ખુશ ન હોય તો બીજી ચૂંટણી વખતે પ્રજાને ફરી મતદાન કરવાનો મોકો મળે જ છે. જેથી આ૫ણે નવી, યોગ્ય અને જવાબદાર સરકાર પસંદ કરી શકીએ.
રેશન કાર્ડ શા માટે જરૂરી છે? હવે ઘરે બેઠા સરળતાથી બનાવો રાશન કાર્ડ, આ રીતે કરો અરજી
લોકોમાં મતદાન જાગૃતિ
લોકોમાં જાગૃતિ ફેલાવવી જરૂરી છે કે મતદાન કરવું જરૂરી છે. લોકો જાણે છે કે મતદાન કેટલું મહત્વનું છે, તેમ છતાં કેટલાક લોકો મતદાન કરવાનું ચૂકી જાય છે. આ ઘોર બેદરકારી છે. જ્યારે લોકો ઓછા મતદાન કરે છે ત્યારે ખોટા અને અપ્રમાણિક પ્રતિનિધિ રાજકીય ખુરશી પર બેસી જાય છે.
મતદાન ન કરવું એટલે દેશનું નુકસાન
ઘણીવાર એવું જોવા મળે છે કે ઘણા લોકો મતદાન સમયે મતદાન કરતા નથી. ઘણા લોકો મતદાનનું મહત્વ જાણતા નથી. દરેક વ્યક્તિનો મત મૂલ્યવાન છે તે તેમને સમજાવવું જરૂરી છે.
જો ખોટી સંસ્થા સરકાર પર કબજો જમાવી લેશે તો ઈમાનદારીનું નામોનિશાન મટી જશે. જો સરકાર ભ્રષ્ટ થશે તો દેશમાં વધુ ગુનાઓ થશે. દેશનો વિકાસ નહીં થાય. આ૫ણે એવી સરકાર પસંદ કરવી જોઈએ જે દેશના હિતમાં કામ કરે.
મતદાનની ઉંમર
અઢાર વર્ષ કે તેથી વધુ ઉંમરનો નાગરિક મતદાનમાં ભાગ લઈ શકે છે. મત આપવા માટે તમારી ઉંમર અઢાર વર્ષની હોવી જોઈએ.
રાજકીય પક્ષોની તૈયારીઓ
ચૂંટણી માટે રાજકીય પક્ષ જીતવા માટે પોતપોતાની યુક્તિઓ કરે છે. દરેક જગ્યાએ જઈને લોકોને એ સમજાવવાની કોશિશ કરે છે કે તેમનાથી સારી સરકાર કોઈ હોઈ શકે નહીં. ૫રંતુ લોકોએ કોઇ ૫ણ પ્રલોભન કે લાલચમાં આવ્યા સિવાય યોગ્ય ઉમેદવારને પોતાનો મત આ૫વો જોઇએ.
મતદાન પ્રક્રિયા
મતદાનમાં તમામ લોકો પોતપોતાના અભિપ્રાય મુજબ મતદાન કરી શકે છે. તે ગુપ્ત રાખવામાં આવે છે. બધા એક જ રાજકીય પક્ષને મત આપે એ જરૂરી નથી. દરેકનો અભિપ્રાય અલગ હોઈ શકે છે. જે રાજકીય પક્ષો લોકોને મત મેળવવા માટે સમજાવી શકે છે, તેઓને વધુ મત મળે છે.
જો તેના દૃષ્ટિકોણ સાથે વધુ લોકો સંમત થાય, તો ચોક્કસ તે જ ઉમેદવાર જીતશે. જ્યાં મતદાન થાય છે ત્યાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જેથી કરીને કોઈપણ પ્રકારનો હંગામો ન થાય.
Jio Plan: જિયો ના બે દમદાર પ્લાન, 90 દિવસ સુધી દરરોજ 2 GB ડેટા અને અનલિમિટેડ calling, જાણો કિંમત
દેશના વિકાસનો આધાર લોકોના નિર્ણય પર છે.
કોઇપણ જાતના ભેદભાવ વગર સકારાત્મક કાર્ય કરી શકે તેવા પ્રતિનિધિને ચૂંટવાની જવાબદારી જનતાની છે. જે વધુ મત મેળવે છે તેના પર રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિકાસ કરવાની જવાબદારી છે. આ એક મોટો નિર્ણય છે, તેથી લોકોએ આ નિર્ણય કાળજીપૂર્વક લેવો જોઈએ.
મતદાર પાસે જરૂરી દસ્તાવેજો હોવા આવશ્યક છે
મતદાન કરતા પહેલા મતદારે સરકાર દ્વારા મેળવેલ ઓળખ પત્ર સાથે રાખવું જરૂરી છે. મત આપવા માટે, મતદારે મતદાર યાદીમાં તેનું નામ તપાસવું જોઈએ. મતદાર યાદીમાં મતદારનું નામ હોવું જરૂરી છે. મતદાન સમયે મતદારે મતદાર ઓળખકાર્ડ અને મતદાર કાપલી કે ચૂંટણપંચ દ્વારા નિયત કરવામાં આવેલ દસ્તાવેજ રાખવાના રહેશે.
કયા રાજ્યમાં હવે શિક્ષણ-નોકરીમાં 76% અનામત હશે: ગરીબ સવર્ણ અને SC ને ઝટકો, જુઓ કોને કેટલો કોટા
લોકશાહીની સફળતા
લોકો મતદાન કરશે ત્યારે જ લોકશાહી સફળ થશે. દેશની પ્રગતિ માટે સૌએ સાથે મળીને મતદાન કરવું જોઈએ. ઘણીવાર લોકો ફરિયાદ કરતા જોવા મળે છે કે આપણો દેશ પ્રગતિ નથી કરી રહ્યો. લોકો આજકાલ ઇન્ટરનેટ પર સક્રિય છે.
લોકોએ ઇન્ટરનેટ પરના સમાચારો અને તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારો વિશે જાણવા માટે સમય કાઢવો જોઈએ. મતદાન એ તમામનો બંધારણીય અધિકાર છે. તેનો ઉપયોગ તમામ લોકોએ સ્વેચ્છાએ કરવો જોઈએ.
આ૫ણે ભાગ્યશાળી છીએ કે આ૫ણને આ અધિકાર આપવામાં આવ્યો છે. આપણે તેની કદર અને પ્રશંસા કરવી જોઈએ. જોકે ગત વર્ષોની સરખામણીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મતદાતાઓની સંખ્યામાં વધારો થયો છે. લોકોએ દર વર્ષે મતદાન કરવું જોઈએ અને તેમના અધિકારનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. મતના યોગ્ય ઉપયોગ પર દેશનું ભવિષ્ય ટકે છે.
0 ટિપ્પણીઓ