ગુજરાત અક્ષરધામ ગાંધીનગર અને દિલ્હી જેવું જ અક્ષરધામ મંદિર, અમદાવાદમાં બનશે
ગુજરાત અક્ષરધામ ગાંધીનગર અને દિલ્હી ખાતે સ્થાપત્ય કળા દર્શાવતું અક્ષરધામ મંદિર આવેલું છે. દેશ-વિદેશથી આવતા પ્રવાસી ઓ અહીં દર્શન અને પ્રદર્શન નિહાળ્યા વિના જતા નથી. ત્યારે નજીક ના દિવસોમાં અમદાવાદ માં જ આવું ભવ્ય અને દિવ્ય અક્ષરધામ તૈયાર કરવામાં આવશે. અક્ષરધામ ગાંધીનગર મંદિર ગુજરાત ની શાન ગણાય છે.
IT રિટર્ન ફાઇલ કરનારા કરદાતા ઓને મોટી રાહત, જાણો CBDTએ શું લીધો મોટો નિર્ણય
ગુજરાત માં નવું અક્ષરધામ મંદિર કયાં બનશે
પ્રમુખ સ્વામી મહારાજ ના માર્ગદર્શન માં તૈયાર કરવામાં આવેલું અક્ષરધામ મંદિર ગુજરાત ની શાન ગણાય છે. આ અક્ષરધામનું કામ હાલ માં પૂર્ણતાના આરે છે. આ કામ પૂર્ણ થતા જ દર્શનાર્થી ઓને દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ અક્ષરધામ અમદાવાદના એસ.પી. રિંગરોડ પર ઓગણજ સર્કલ પાસે આવેલું છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી તરીકે કોનું નામ થયું જાહેર,જાણો સંપૂર્ણ વિગત
અક્ષરધામનું વર્ણન
સ્વામિનારાયણ નગરમાં તૈયાર થઈ રહેલું આ અક્ષરધામ મંદિર અક્ષરધામ દિલ્હીની પ્રતિકૃતિ સમાન હશે. ભવ્ય કલાકૃતિ અને ભારતીય શિલ્પકળા ની બેનમૂન છાપ ધરાવતું આ મંદિર અહીં આવનારા દર્શનાર્થી ઓમાં હિન્દુ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ વધુ દ્રઢ કરશે.
અક્ષરધામ મંદિરના મધ્યમાં ભગવાન અક્ષર પુરૂષોત્તમ મહારાજ ની ભવ્ય અને દિવ્ય મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે. અક્ષરપુરૂષોત્તમ મહારાજ એટલે ભગવાન સ્વામિનારાયણ અને તેમના પરમ ભક્ત મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી.
રાધા કૃષ્ણ, સીતા રામ, શિવ પાર્વતી, લક્ષ્મી નારાયણ સહિત દેવી-દેવતાઓની મૂર્તિઓ અક્ષરધામમાં પધરાવવામાં આવશે
અક્ષર અને પુરૂષોત્તમ ની ઉપાસના નું મૂર્તિમાન સ્વરૂપ એટલે અક્ષર પુરૂષોત્તમ મહારાજ અક્ષરધામ મંદિરની મધ્ય માં દર્શન આપશે. આ ઉપરાંત મંદિર માં ભગવાન રાધા કૃષ્ણ, સીતા રામ, શિવ પાર્વતી, લક્ષ્મી નારાયણ સહિત દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ પધરાવવામાં આવશે.
આ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરૂ પરંપરાની મૂર્તિઓના પણ અહીં દર્શન થઈ શકશે. દેશ વિદેશથી આવનારા ભક્તો અહીં પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી શકે તે પ્રકાર નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ક્યારથી થઈ શકશે અક્ષરધામ મંદિરના દર્શન?
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી 15 ડિસેમ્બરથી શરૂ થશે. 15 ડિસેમ્બરે સ્વામિનારાયણ નગર નું ઉદઘાટન થશે અને તે દિવસ થી દર્શનાર્થી ઓ અક્ષરધામ મંદિર અને સ્વામિનારાયણ નગરના દર્શન કરી શકશે. 15 જાન્યુઆરી સુધી આ મંદિર માં ગુજરાતના ખૂણેખૂણેથી ભક્તો ઉમટશે તેવી આશા વ્યક્ત કરી છે.
જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રી ની ભરતી પરીક્ષા તારીખ જાહેર, જાણો ક્યારે લેવાશે પરીક્ષા
અક્ષરધામ મંદિર માત્ર એક મહિના માટે જ દર્શનાર્થે ખુલ્લું મુકાશે
આ મંદિર માત્ર એક મહિના માટે જ દર્શનાર્થે ખુલ્લું મુકાશે. જે પ્રકારે વિશ્વ વિખ્યાત અક્ષરધામ દિલ્લી અને અક્ષરધામ ગાંધીનગર ની મુલાકાતે દર મહિને લાખો લોકો આવે છે. તે રીતે અહીં તૈયાર થનારા અક્ષરધામ મંદિર ની મુલાકાતે પણ એક મહિના દરમ્યાન લાખો દર્શનાર્થીઓ આવશે તેવી સંભાવના છે.
0 ટિપ્પણીઓ