ગુજરાત મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા કર્મચારીઓ માટે અગત્યની જાહેરાત

OFFICE OF THE CHIEF ELECTORAL OFFICER GUJARAT STATE દ્વારા મતદાન/પુનઃ મતદાનના બીજા દિવસને મતદાન કર્મચારીઓને ચૂંટણી ફરજ પરનો સમયગાળો ગણવા બાબતની જાહેરાત કરી છે.

૧.ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨, તા.૦૧/૧૨/૨૦૨૨, ગુરુવાર અને તા.૦૫/૧૨/૨૦૨૨, સોમવાર ના રોજ અનુક્રમે બે તબક્કાઓમાં યોજાવાની છે.

 ૨. સામાન્ય રીતે મતદાનના દિવસે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ મતદાન પૂરૂં થયા બાદ રીસીવીંગ સેન્ટર ઉપર મોડી રાત્રે અથવા તો જો અંતર વધુ હોય તો બીજા દિવસે વહેલી પરોઢે મતદાન સામગ્રી પરત સોંપવા માટે પહોંચતા હોય છે. આથી ચૂંટણી સ્ટાફના તેઓના ફરજ પરના પ્રમાણમાં લાંબા સમયગાળાને ધ્યાનમાં રાખી તેઓએ મતદાનના બીજા દિવસે તેમની કચેરીમાં હાજરી આપવાની જરૂર નથી અને તેઓને ફરજ પર હાજર(On Duty) ગણવાના રહે છે.

3. ભારતના ચૂંટણી પંચના તા.15/11/1994 ના પત્ર ક્રમાંક:576/11/94/JS.IIની સૂચના અન્વયે મતદાનના બીજા દિવસે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ જો તેઓની મૂળ કચેરીએ હાજર ન રહી શકે તો આ દિવસને ફરજ પરની હાજરી ગણવાની રહેશે અને તેઓએ તેમની મૂળ કચેરી ખાતે હાજર થવાનું રહેશે નહી અને જયાં પુનઃ મતદાન યોજાય તેવા કિસ્સામાં પણ જો મતદાનના બીજા દિવસે ચાલુ દિવસ હોય તો તેવા કિસ્સામાં પણ તેઓને ફરજ પર હાજર(On Duty) ગણવાના રહે છે.

OFFICE OF THE CHIEF ELECTORAL OFFICER GUJARAT STATE


વળતર રજા શું છે , કેટલી અને ક્યારે મળે અને કેવી રીતે ભોગવી શકાય 

૪. ભારતના ચૂંટણી પંચની સૂચના અન્વયે મતદાનના બીજા દિવસે એટલે કે, પહેલા તબક્કાના મતદાનના પછીના દિવસે તા.૦૨/૧૨/૨૦૨૨, શુક્રવાર અને બીજા તબક્કાના મતદાનના બીજા દિવસે તા.૦૬/૧૨/૨૦૨૨, મંગળવારના દિવસે અને જ્યાં પુન: મતદાન યોજાય તેવા કિસ્સામાં જો મતદાનના બીજા દિવસે ચાલુ દિવસ હોય તેવા કિસ્સામાં ઉપરોક્ત સુચનાઓ લાગુ પડશે. ઉકત સૂચના સંબંધિત સર્વેના ધ્યાને લાવવા વિનંતી છે.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!