ગુજરાત સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને, વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે , એડહોક બોનસ ચુકવવા બાબત

રાજ્ય સરકાર દ્વારા સાતમા, છઠ્ઠા અને પાંચમા પગારપંચમાં વર્ગ-૪ ના સંવર્ગમાં નિયમિત પગાર ધોરણમાં ફરજ બજાવતા કર્મચારીઓને સને ૨૦૨૧-૨૦૨૨ ના હિસાબી વર્ષ માટે ૩૦ (ત્રીસ) દિવસના વેતન જેટલું એડહોક બોનસ ચુકવવાનો નિર્ણય કરેલ છે. એડહોક બોનસની રકમની મહત્તમ મર્યાદા રૂ. ૩૫૦૦/- ની રહેશે. આ હુકમના હેતુ માટે:

 (૧) પગાર એટલે ગુજરાત મુલ્કી સેવા નિયમો, ૨૦૦૨ ના નિયમ ૯(૫૩) માં વ્યાખ્યા કર્યા પ્રમાણેનો પગાર.

(૨) જગ્યાનો પગાર અથવા પગારધોરણ એટલે ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો ૨૦૧૬, ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો ૨૦૦૯ માં તેમજ ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો ૧૯૯૮ માં નિયત થયેલ અને સુધારવામાં આવેલ પગાર અથવા પગાર ધોરણ,

jio 5g સિમ બદલો: શું આપણે Jio 5g વાપરવા માટે નંબર બદલવો પડશે

ગુજરાત સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને, વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે, એડહોક બોનસ બાબત

2. એડહોક બોનસનો લાભ નીચેની શરતોને આધીન રહીને મળવાપાત્ર થશે.

  • (૧) એડહોક બોનસનો લાભ ફક્ત વર્ગ-૪ ના કર્મચારીઓને મળવાપાત્ર થશે.
  • (૨) તા.૩૧/૩/૨૦૨૨ ના રોજ નોકરીમાં ચાલુ હોય અને ૨૦૨૧-૨૦૨૨ ના વર્ષ દરમ્યાન જેમણે ઓછામાં ઓછી ૬(છ) મહિનાની સળંગ નોકરી કરી હોય તે કર્મચારીઓ આ હુકમ અન્વયે કરેલ નોકરીના પ્રમાણમાં ચુકવણીને પાત્ર બનશે, પાત્રતાનો ગાળો નોકરીમાં મહિનાને સંખ્યા નજીકના આખા મહિનામાં) ના આધારે ગણવામાં આવશે.
  •  (૩) આ હુકમો હેઠળ મળવાપાત્ર એડહોક બોનસનું પ્રમાણ તારીખ ૩૧/૩/૨૦૨૨ ના રોજ મળવાપાત્ર વળતરના આધારે રહેશે.
  • (૪) એડહોક બોનસની ગણતરી સરેરાશ પગાર/ગણત્રી માટેની મર્યાદા એ બે માંથી જે ઓછી હોય તે મુજબ નક્કી કરવાની રહેશે. એક દિવસની એડહોક બોનસની ગણત્રી માટે એક વર્ષના મળતરને ૩૦.૪ થી ભાગવાનું રહેશે. ત્યારબાદ જેટલા દિવસનું એડહોક બોનસ મંજુર કરેલ હોય તેટલાએ તેનો ગુણાકાર કરવાનો રહેશે. દા.ત, પાંચમા, છઠ્ઠા અને સાતમાં પગારપંચ મુજબ જ્યાં રૂ.૩૫૦૦/- થી વધુ પગાર હોય ત્યાં મહત્તમ મર્યાદા રૂ. ૩૫૦૦/- ધ્યાને લેતાં, ૩૦ દિવસનું એડહોક બોનસ X ૩૦.૪ = રૂ. ૩૪૫૩.૯૪ (પુરા રૂપિયામાં ૩૪૫૪/-) થશે.
  • (૫) ત્રણ વર્ષ કે તેથી વધુ વર્ષ સુધી દરેક વર્ષ માટે ઓછામાં ઓછા ૨૪૦ દિવસ માટે કામ કરેલ હોય તેવા છૂટક મજુરો આ એડહોક બોનસની ચુકવણી માટે હક્કદાર બનશે. ખરેખર માસિક વેતનને ધ્યાનમાં લીધા સિવાય રૂ, ૧૨૦૦/- કાલ્પનિક વૈતનના આધારે આ રકમ ચુકવવામાં આવશે. ચુકવવા પાત્ર એડહોક બોનસની રકમ રૂ. ૧૨૦૦ X૩૦ + ૩૦.૪ = રૂ. ૧૧૮૪,૨૧ (આખા રૂપિયામાં ૧૧૮૪૮-) થશે. જે કિસ્સામાં ખરેખર માસિક મળતર રૂ. ૧૨૦૦/- કરતાં ઓછું હોય તો રકમની ગણતરી ખરેખર માસિક મળતર ઉપર ગણવાની રહેશે.
  • (૬) આ હુકમો હેઠળની બધી ચુકવણી નજીકના આખા રૂપિયામાં ગણવામાં આવશે (૩) ઉપર્યુક્ત જોગવાઇઓ કશું જણાવતી ન હોય તેવી બાબતમાં તા. ૨૦/૮/૧૯૮૯ ના ઠરાવ ક્ર. બનસ-૧૦૮૯-૧૫૬૫-ચ થી બહાર પાડેલ સ્પષ્ટીકરણાત્મક હુકમો અમલમાં રહેશે.

Bonus

ગુજરાત સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને, વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે, એડહોક બોનસ ચુકવવું

૩. ૨૦૨૧-૨૦૨૨ ના વર્ષ દરમિયાન બોર્ડ અને નિગમમાં પ્રતિનિયુક્તિ પર હોય તેવા વર્ગ-૪ ના કર્મચારીઓ પણ સંબંધિત બોર્ડ/નિગમોમાંથી એડહોક બોનસ મેળવવાને પાત્ર થશે. તેમણે સંબંધિત બોર્ડ/નિગમોના હુકમો હેઠળ એડહોક બોનસનો લાભ મેળવેલ હશે તેવા કર્મચારીઓને આ હુકમો અન્વયે એડહોક બોનસ મળવાપાત્ર થશે નહીં.

૪.આ હુકમો હેઠળની ચુકવણી જે તે વિભાગના સંબંધિત વિભાગના અનુદાન હેઠળના વેતન હેઠળના વિગતવાર સદર બોનસ ખાતે ઉધારવાનું રહેશે.

૫.રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ/કોર્પોરેશનોમાં ફરજ બજાવતા વર્ગ-૪ ના કર્મચારીઓને પણ આ હુકમો લાગુ પડશે. પરંતુ બોનસ એક્ટ હેઠળ જે બોર્ડ/કોર્પોરેશનમાં જે કર્મચારીઓને બોનસ ચુકવવામાં આવતું હશે તેઓને આ હુકમમાં જણાવ્યા મુજબનું એડહોક બોનસ ચુકવવાનું રહેશે નહીં.

૬. ઉપર્યુક્ત હુકમો વર્ગ-૪ ના રાજ્ય સરકારના, પંચાયતના અને પગારભથ્થાની ૧૦૦% ટકા સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓ કે જેના વર્ગ-૪ ના કર્મચારીઓને સરકારશ્રીની મંજુરીથી અગાઉ બોનસ અપાયેલ હોય તેવી સંસ્થાના વર્ગ-૪ ના કર્મચારીઓને લાગુ પડશે.

૭.ઉપર-૫ માં દર્શાવેલ અનુદાન મેળવતી સંસ્થાઓ માટે આ હુકમથી થતુ ખર્ચ સહાયક અનુદાનના નિયત ઢાંચા પ્રમાણે અનુદાન માન્ય ખર્ચ તરીકે ગણવાનું રહેશે.

૮.મંત્રીમંડળના મહેકમ ઉપરના વર્ગ-૪ ના કર્મચારીઓને પણ ખાસ કિસ્સામાં આ લાભ આપવાનો રહેશે.

બોનસ અંગેનો ઠરાવ

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!