સરકારી પેન્શન કર્મચારીઓ માટે ખુશ ખબર, મૂડિકૃત રૂપાંતર રકમ ભરપાઈ માં ઘટાડો
આજે રાજ્ય સરકાર દ્વારા સરકારી પેન્શન કર્મચારીઓ માટે એક પરિપત્ર કરવામાં આવેલ છે,જે પરિપત્ર અનુસાર મૂડિકૃત રૂપાંતર રકમ ભરપાઈ કરવામાં ઘટાડોકરવામાં આવેલ છે.
ગુજરાત સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને, વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે એડહોક બોનસ ચુકવવા બાબત
સરકારી પેન્શન કર્મચારીને મળવાપાત્ર પેન્શનની મૂડિકૃત રૂપાંતર રકમ શું છે?
જ્યારે સરકારી પેન્શન કર્મચારીઓ નિવૃત્ત થાય છે પેન્શનના ભાગરૂપે 40% રકમ એડવાન્સ મુડિકૃત્ રૂપાંતર રકમ મળવાપાત્ર હોય છે.આ રકમ કર્મચારીએ પોતાના પેન્શન માંથી દર મહિને હપ્તો કપાવીને ભરપાઈ કરવાની હોય છે.આ મુડિકૃત્ રૂપાંતરિત રકમના હપ્તા પંદર વર્ષ સુધી એટલે કે 180 હપ્તા સરકારમાં ભરવાના હોય છે.
સરકારી પેન્શન કર્મચારીને મળવાપાત્ર પેન્શનની મૂડિકૃત રૂપાંતર રકમ ભરપાઈ માં ઘટાડો
તાજેતરમાં થયેલા પરિપત્ર અનુસાર સરકારી પેન્શન કર્મચારીને મળવાપાત્ર પેન્શનની મૂડિકૃત રૂપાંતર રકમ જે પંદર વર્ષ અને 180 હપ્તા ભરવાના હોય છે જે ઘટાડીને 13 વર્ષ અને 160 કરવામાં આવેલ છે.એટલે કે સરકારી પેન્શન કર્મચારીને મળવાપાત્ર પેન્શનની મૂડિકૃત રૂપાંતર રકમ જે પંદર વર્ષ સુધી 180 હપ્તામાં ભરવી પડતી હતી તે હવે પછી તેર વર્ષ સુધી જ 160 હપ્તમાં ભરપાઈ કરવાની રહશે,જેથી સરકારી પેન્શન કર્મચારીને સારો ફાયદો થશે.
સરકારી પેન્શન કર્મચારીને નિવૃત્તિ બાદ 13 વર્ષે પૂરું પેન્શન
સરકારી પેન્શન કર્મચારીને પેન્શનની મૂડિકૃત રૂપાંતર રકમ પહેલા પંદર વર્ષ ભરપાઈ કર્યા બાદ પૂરું પેન્શન મળવાપાત્ર હતું જે હવે 13 વર્ષ બાદ મળી જશે એટલે કે 2 વર્ષ વહેલું પૂરું પેન્શન ચાલુ થઈ જશે અને જે 180 હપ્તામાં મૂડિકૃત રૂપાંતર રકમ ની ભરપાઈ થતી હતી તે હવે 160 હપ્તામાં થઈ જશે.
હાલના સરકારી પેન્શન કર્મચારીને શું ફાયદો?
હાલમાં જે સરકારી પેન્શન કર્મચારીઓ પેન્શન મેળવી રહ્યા છે અને આ ઓકટોબર માસથી તેમને નિવૃત્તિ પછીના 13 વર્ષ પૂરા થઈ જાય છે તો તેમને ઓકટોબર 2022 થી પુરા પેન્શન માં સમાવેશ કરવામાં આવશે.
0 ટિપ્પણીઓ