50,326 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સોનાનો ભાવ
હાલમાં સોના ચાંદીના ભાવમાં ખૂબ જ ઉતાર -ચઢાવ જોવા મળી રહ્યા છે. ગ્લોબલ માર્કેટમાં સોનાના રેટમાં ઘટાડાને કારણે ઘરેલૂ બજારમાં પણ કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે અને આ સાથે જ ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. સોના તથા ચાંદીના હાજર ભાવમાં શુક્રવારે પણ ઘટાડો નોંધાયો હતો. આમ સતત બે દિવસથી ઘટાડો નોંધાયો છે. એચડીએફસી સિક્યોરીટીઝ અનુસાર, દિલ્હીમાં સ્પોટ માર્કેટમાં સોનાના રેટમાં 139 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે, જેથી શહેરમાં સોનાનો ભાવ 50,326 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.
58,366 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ચાંદીની કિંમત
એચડીએફસી સિક્યોરીટીઝ અનુસાર, શુક્રવારે સ્પોટ બજારમાં ચાંદીના ભાવમાં 363 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ઘટાડા પર ચાંદીની કિંમત હવે ઘરેલૂ બજારમાં 58,366 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.
WhatsApp Group
Join Now
0 ટિપ્પણીઓ