WhatsAppએ પોતાના Voice Message ફિચરમાં ઘણા મોટા ફેરફાર કર્યા છે.
WhatsApp પોતાના નવા અપડેટ્સના કારણે ખૂબ ચર્ચામાં છે. પાછલા ઘણા સમયથી WhatsAppના દરેક અપડેટની સાથે એપમાં ઘણા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. WhatsApp એ તેની એપને સંપૂર્ણપણે નવી બનાવવાના પ્રયાસમાં હવે વધુ એક અપડેટ આપ્યું છે. અહેવાલો અનુસાર, વોટ્સએપ હવે તેના Voice Message ફીચરમાં ઘણા ફેરફાર કરવા જઈ રહ્યું છે.
WhatsApp નું નવું અપડેટ 90 દિવસ પછી મેસેજને ઓટો ડિલીટ કરશે ,વિગતો જુઓ |
હવે Voice Messageની સાથે આવશે Voice Waveforms
Waveforms- Voice Messageને રસપ્રદ બનાવવા માટે વોટ્સઅપનો એક પ્રયત્ન છે. એવું જાણવા મળી રહ્યું છે કે પોતાના નેક્સ્ટ અપડેટમાં વોટ્સએપ Voice Messageની સાથે Voice Waveforms લાવવાની યોજના બનાવી ચુક્યું છે. હાલ આપણે WhatsApp પર કોઈ Voice Message સાંભળીએ છીએ તો તેમાં એક સીધી લાઈન બનીને આવે છે. WhatsAppના આ Voice Waveformsમાં આ સીધી લાઈનના બદલામાં મેસેજ વખતે લહેર જેવા આકારનો જોવા મળશે. આ Voice Waveforms મેસેજની સાથે બદલાય છે અને મેસેજ પુરો થવાની સાથે શાંત થઈ જશે.
તમારો Gmail પાસવર્ડ ભૂલી ગયા છો? , આ રીતે પાસવર્ડ બદલી શકાય છે |
હવે મોકલ્યા પહેલા સાંભળી શકશો Voice Message
આ નવા અપડેટમાં તમે Voice Message રેકોર્ડિંગને બંધ કરી શકશો. તેમજ તમે મેસેજ મોકલતા પહેલા તેને સાંભળી શકો છો અને જો તમને તે પસંદ ન હોય તો તમે તેને મોકલતા પહેલા તેને ડિલીટ કરી શકો છો.
ક્યારે મળશે આ નવું ફિચર Voice Waveforms ?
રિપોર્ટ અનુસાર, એન્ડ્રોઇડ 2.21.28.3 ના અપડેટ માટે વોટ્સએપ બીટા રોલ આઉટ થવાનું શરૂ કરશે. આ પ્રકારના WhatsApp બીટાને iOS 2.21.170.15 માટે પણ રોલઆઉટ કરવામાં આવશે.
0 ટિપ્પણીઓ