આજરોજ યોજાયેલ STATE TAX INSPECTOR, Class-IIIની PROVISIONAL ANSWER KEY પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
ઉમેદવારે નીચેની સૂચનાઓનું પાલન કરવાની તકેદારી રાખવી, અન્યથા વાંધા-સૂચન અંગે કરેલ રજૂઆતો ધ્યાને લેવાશે નહીં.
(1) ઉમેદવારે વાંધા-સુચનો ફક્ત ઓનલાઈન ઓબ્જેક્શન સબમીશન સીસ્ટમ દ્વારા જ સબમીટ કરવાના રહેશે. રૂબરૂ અથવા ટપાલ દ્વારા આયોગની કચેરીએ મોકલવા આવેલ વાંધા-સૂચનો ધ્યાને લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી.
GPSC State Tax Inspector OMR Download |
(2) ઉમેદવારે વાંધા-સૂચનો રજૂ કરવા વેબસાઈટ પર પ્રસિધ્ધ થયેલ વાંધા-સૂચન પત્રક (Suggestion Sheet)ના નમૂનાનો જ ઉપયોગ કરવો અને પોતાના વાંધા સૂચન સાથે સજેશન શીટ વિગત ભરીને અપલોડ કરવી. (3) ઉમેદવારે પોતાને પરીક્ષામાં મળેલ પ્રશ્નપપુસ્તિકામાં છપાયેલ પ્રશ્નક્રમાક મુજબ વાંધા-સૂચનો રજૂ ન કરતા તમામ વાંધા સૂચનો વેબસાઈટ પર પ્રસિધ્ધ થયેલ પ્રોવિઝનલ આન્સર કી (માસ્ટર પ્રશ્નપત્ર)ના પ્રશ્ન ક્રમાંક મુજબ અને તે સંદર્ભમાં રજૂ કરવા,
(4) માસ્ટર પ્રશ્નપત્રમાં નિર્દિષ્ટ પ્રશ્ન અને વિકલ્પ સિવાયના વાંધા-સૂચનો ધ્યાને લેવામાં આવશે નહીં. (5) ઉમેદવારે પ્રશ્નના વિકલ્પ પર વાંધો રજૂ કરેલ છે અને વિકલ્પ રૂપે જે જવાબ સૂચવેલ છે એ જવાબ ઉમેદવારે પોતાની ઉત્તરવહીમાં આવેલ હોવો જોઈએ. ઉમેદવારે સૂચવેલ જવાબ અને ઉત્તરવહીનો જવાબ ભિન્ન હશે તો ઉમેદવારે રજૂ કરેલ વાંધા-સૂચનો ધ્યાનમાં લેવાશે નહી
(6) એક પ્રશ્ન માટે એક જ વાંધા-સૂચન પત્રક (Suggestion Sheet) વાપરવું. એક જ વાંધા-સૂચનો પત્રકમાં એકથી વધારે પ્રશ્નોની રજૂઆત કરેલ હશે તો તે અંગેના વાંધા-સૂચનો ધ્યાને લેવાશે નહીં.
0 ટિપ્પણીઓ