LPG Rate: મોંઘવારીની થપાટ! રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો હવે કેટલા ચૂકવવા પડશે

 મોંઘવારીનો માર ઝેલી રહેલી જનતાને વધુ એક થપાટ પડી છે. પેટ્રોલ ડીઝલના ભાવ પહેલેથી જ આભને આંબે છે ત્યારે હવે સરકારી ઓઈલ કંપનીઓએ રાંધણ ગેસના ભાવ પણ વધાર્યા છે.

LPG Price Hike: મોંઘવારીનો માર ઝેલી રહેલી જનતાને વધુ એક થપાટ પડી છે. પેટ્રોલ ડીઝલના ભાવ પહેલેથી જ આભને આંબે છે ત્યારે હવે સરકારી ઓઈલ કંપનીઓએ રાંધણ ગેસના ભાવ પણ વધાર્યા છે. દિલ્હીમાં આજથી 14.2 કિલોગ્રામવાળો સિલિન્ડર 809 રૂપિયાની જગ્યાએ 834.50 રૂપિયામાં મળશે. એટલે કે સીધો 25.50 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. 

દર મહિનાની પહેલી તારીખે બદલાય છે ભાવ

સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. આ અગાઉ 1 મેના રોજ ગેસ કંપનીઓએ LPG Gas Cylinder ના ભાવામાં કોઈ ફેરફાર કર્યો નહતો. તે પહેલા એપ્રિલમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થયો હતો. જ્યારે ફેબ્રુઆરી અને માર્ચમાં ભાવ વધ્યા હતા. 

અન્ય શહેરોમાં  ભાવ

મુંબઈમાં પણ 14.2 કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડરોનો ભાવ હવે 834.50 રૂપિયા છે. જ્યારે અત્યાર સુધી 809 રૂપિયા હતો. કોલકાતામાં એલપીજી સિલિન્ડરનો ભાવ  835.50 રૂપિયાથી વધીને 861 રૂપિયા પ્રતિ સિલિન્ડર થયો છે. જ્યારે ચેન્નાઈમાં એલપીજી સિલિન્ડરનો ભાવ આજથી 850.50 થયો છે. ગઈ કાલ સુધી 825 રૂપિયા હતો. ઉત્તર પ્રદેશના લખનઉમાં એલપીજી સિલિન્ડર માટે તમારે  872.50 રૂપિયા આપવા પડશે. ગુજરાતમાં અમદાવાદમાં એલપીજી સિલિન્ડરના આજથી 841.50 રૂપિયા ચૂકવવા પડશે. 


WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!