રાજ્ય સરકાર પ્રાથમિક સ્કૂલોમાં  શિક્ષકોની કરશે ભરતી

 ગુજરાત સરકારે સૌથી મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની અછત પૂર્ણ કરવા નવો આદેશ જાહેરકરી શકે છે. રાજ્ય સરકાર પ્રાથમિક સ્કૂલોમાં 3300 શિક્ષકોની થશે ભરતી, ધોરણ 1 થી 5 માં 1300 શિક્ષકોની થશે ભરતી, ધોરણ 6 થી 8 માં 2000 શિક્ષકોની થશે ભરતી.

બે મહિનાની અંદર કરવામાં આવશે ભરતીઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર આગામી બે મહિનાની અંદર ભરતી કરશે. સરકાર ધોરણ 6 થી 8 માં વિષય પ્રમાણે શિક્ષકોની યોગ્ય લાયકાત મુજબ ભરતી કરશે ગુજરાતી માધ્યમની પ્રાથમિક અને અપર પ્રાયમરી શાળાઓમાં થશે ભરતી.

શિક્ષકોની 10 લાખ જગ્યાઓ ખાલીએક અહેવાલ અનુસાર સમગ્ર દેશમાં શિક્ષકોની દસ લાખ જગ્યાઓ ખાલી છે. આ જ કારણ છે કે પ્રસ્તાવિત નીતિને ટૂંક સમયમાં કેબિનેટની સમક્ષ રજૂ કરવામાં આવશે.  ઉલ્લેખનીય છે કે આ અગાઉ નીતિ આયોગે પણ શાળાના શિક્ષકોને ચૂંટણી કાર્ય સહિતના બીજા બિન શૈક્ષણિક કાર્યોથી પણ મુક્ત કરવાની સલાહ આપી હતી. જો કે દિલ્હી જેવા કેટલાક રાજ્યોએ આ અંગે ગંભીરતા દેખાડી શિક્ષકોને બીએલઓ(બૂથ લેલ ઓફિસર)ની જવાબદારીમાંથી મુક્ત કરી દીધા છે. જો કે આ સિવાયના મોટા ભાગના રાજ્યોમાં શિક્ષકોને બીએલઓની કામગીરી કરવી પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં નીતિ આયોગે રાજ્યો પાસેથી આવા શિક્ષકોની માહિતી આપી હતી.

ગુજરાત વિધાનસભાના બજેટ સેશનમાં બેરોજગારી અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સવાલમાં સરકારે જણાવ્યુ કે, રાજ્યમાં 3,92,418 શિક્ષિત બેરોજગાર અને 20,566 અર્ધશિક્ષિત બેરોજગાર મળીને કુલ 4,12,985 બેરોજગારો નોંધાયા છે. બે વર્ષમાં 1,777 બેરોજગારોને માત્ર સરકારી નોકરી આપવામાં આવી છે. રાજ્ય સરકારના લાખોને નોકરી આપવાના અને 10 વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ ભરતીના દાવાઓ પોકળ સાબિત થયા છે. મહત્વપૂર્ણ છે કે, રાજ્ય સરકારે બજેટમાં 22 લાખ લોકોને રોજગારી આપવાનો પણ દાવો કર્યો છે. 2 વર્ષમાં રાજ્યમાં મહીસાગર, ખેડા, મોરબી, નર્મદા, નવસારી, ભરૂચ, જૂનાગઢ, અમદાવાદ, સુરત, વડોદરા, કચ્છ, દાહોદ, વલસાડ, તાપી અને ડાંગ મળીને 15 જિલ્લામાં એક પણ સરકારી નોકરી આપવામાં આવી નથી.

ગુજરાત રાજ્યમાં 1368 જેટલા અંદાજીત સરકારી, માધ્યમિક, અને ઉચ્ચત્તર માધ્યામિક સ્કૂલો આવી છે. અને તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ બહોળી છે. બીજી તરફ ચોંકાવનારી વિગતો એ સામે આવી છે કે જેમાં આ તમામ હાઈસ્કૂલોમાં 1758 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી પડી છે, બીજીતરફ વિદ્યાર્થીઓનું ઘડતર પણ મહા મૂલ્ય છે, તો થશે કઈ રીત તેપણપ્રશ્ન છે. જેની અસર ગુજરાતના ગરીબ અને સામાન્ય વર્ગ પર સીધી અસર પડી રહી છે. 

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!