પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવા બાબત.

 ઉપર્યુકત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે, રાજ્યના જિલ્લાઓમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તથા નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં શાસનાધિકારી દ્વારા સંચાલિત આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓમાં હાલ કોવિડ-૧૯ મહામારીને ધ્યાને લઇ માન. સચિવશ્રી, (પ્રાથમિક અને માધ્યમિક) શિક્ષણની મળેલ ટેલીફોનિક સુચના મુજબ તમામ પ્રાથમિક શાળાઓનો સમય તા.૦૧/૦૮/૨૦૨૧ થી તા.૩૧/૦૮/૨૦૨૧ સુધી સવારનો રાખવામાં આવે છે. 

મોંઘવારી તફાવત ૫% ગણતરી માટેનું Online Calculator :7th Pay Commission dearness allowance calculator |

 

જો તા.૩૧/૦૮/૨૦૨૧ પહેલા શાળાઓ રાબેતા મુજબ ચાલુ થાય તો શાળાઓનો સમય સવારના બદલે નિયમાનુસાર રાખવાનો રહેશે. આથી આ બાબતે RTE Act-૨૦૦૯ ની જોગવાઇઓ ધ્યાને લઇને આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારનો રાખવા આપની કક્ષાએથી જરૂરી સુચના આપવા આથી જણાવવામાં આવે છે.

પરિપત્ર

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!