જે અન્વયે નીચે મુજબની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે:
ઓફલાઇન/પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી આપવી વિદ્યાર્થીઓ માટે મરજીયાત રહેશે તથાજે વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ ઓફલાઇન/પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં ન જોડાય તેવા વિદ્યાર્થીઓ માટે અગાઉની જેમ ઓન લાઇન શિક્ષણની વ્યવસ્થા વર્તમાનમાં ચાલુ રાખવાની રહેશે.
જુલાઈ 2021 નવો ઇજાફો અને ઘરભાડા ગણતરી ઓટોમેટિક ઓનલાઈન કેલ્ક્યુલેટર
પ્રત્યક્ષ શિક્ષણકાર્ય માટે વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી આ સાથે સામેલ નમુનામાં લેખિત સંમતીપત્ર મેળવવાનું રહેશે.વર્ગ ખંડોમાં ૫૦% ક્ષમતાની મર્યાદામાં એકાંતર દિવસ મુજબ વિદ્યાર્થીઓને વર્ગખંડ શિક્ષણ માટે બોલાવવાના રહેશે તેમજ વર્ગખંડોમાં કોઈ પણ બે વિદ્યાર્થીઓ વચ્ચે પર્યાપ્ત અંતરનું અચૂકપણે પાલન કરાવવાનું રહેશે. વધુમાં, સમયાંતરે નિયમિતપણે વર્ગખંડનું યોગ્ય સેનેટાઈઝેશન કરવાનું રહેશે તથા સંસ્થાના પરિસરમાં હેન્ડ વૉશિંગ/સેનેટાઇઝેશન પોઇન્ટ પૂરતા પ્રમાણમાં રાખવાના રહેશે.
શાળાના તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ ફેસ માસ્ક ફરજીયાત યોગ્ય રીતેપ હેરવાનું રહેશે તેમજ covid-19 સંદર્ભે ઉચિત વર્તણૂકનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
ઉપર્યુક્ત સૂચનાઓ તમામ બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને શિક્ષણ વિભાગ દ્વારા અન્ય સૂચનાઓ પ્રસિધ્ધ ન થાય ત્યાં સુધી લાગુ પડશે.
0 ટિપ્પણીઓ