નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના ૦૯ લાખ ૬૧ હજારથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૭.૨૦૧૯ થી ૫% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-૨૦૨૦ થી દર માસે પગાર સાથે ચુકવવામાં આવી રહેલ છે. તા.૦૧.૦૭.૨૦૧૯ થી તા.૩૧.૧૨.૨૦૧૯ સુધી એમ કુલ-૬ માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને ચુકવવાનો નિર્ણય કર્યો હતો. તે પૈકી જૂલાઈ-૨૦૧૯થી સપ્ટેમ્બર-૨૦૧૯ના રકમની ચૂકવણી કરવામાં આવી હતી અને પૈકી રહેતા ઓક્ટોબર-૨૦૧૯ થી ડિસેમ્બર-૨૦૧૯ સુધીના ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના એરીયર્સની ચુકવણી બાકી હતી. તે એરીયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચુકવવાનો નિર્ણય કર્યો છે.
28% મોંઘવારી તફાવત ઓનલાઈન ગણતરી કેલ્ક્યુલેટર જુલાઈ ૨૦૨૧ |
શ્રી પટેલે ઉમેર્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાથે પરામર્શ કર્યા બાદ અધિકારી/કર્મચારીઓ/પેન્શનરો રાજ્ય સરકાર દ્વારા આ બાકી મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાતમાં પગારપંચનો લાભ મેળવતાં રાજ્ય સરકારના તથા પંચાયતના અધિકારીઓ / કર્મચારીઓ / પેન્શનરોને ઓક્ટોબર ૨૦૧૯ થી ડિસેમ્બર-૨૦૧૯ સુધી એમ ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના આ એરીયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચુકવાશે. આ ચૂકવણાના કારણે રાજ્ય સરકારને અંદાજે કુલ-૪૬૪ કરોડનું વધારાનું ભારણ થશે. રાજ્ય સરકારના કુલ-૫,૧૧,૧૨૯ જેટલા કર્મચારીઓ તથા ૪,૫૦,૫૦૯ જેટલા પેન્શનરોને આનો લાભ મળશે.
0 ટિપ્પણીઓ