રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી રિલાયન્સ જિયોની ફ્રિ ડેટા અને વોઈસ કોલ સર્વિંસને 31 માર્ચ 2017 સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. અગાઉ આ ઓફર 31મી ડિસેમ્બર સુધી મર્યાદિત હતી. મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, ન્યૂ યર ઓફર અંતર્ગત ફ્રિ સર્વિસ લંબાવાઈ છે. નવા કસ્ટમર્સ ઉપરાંત જૂના કસ્ટમર્સને પણ આ ઓફરનો લાભ મળશે. અંબાણીએ કહ્યું કે, લોન્ચ થયાના પહેલા ત્રણ મહિનામાં જિયોની ગ્રોથ ફેસબુક, વોટ્સએપ અને સ્કાઈપ કરતાં ઝડપી રહી છે.
મુકેશ અંબાણીએ 1 ડિસેમ્બર 1.30 વાગે લાઈવ વીડિયો દ્વારા કહ્યું કે, 83 દિવસોમાં જિયો સાથે 5 કરોડ ગ્રાહકો 4G એલટીઈ સાથે જોડાયા છે. જિયો ભારત જ નહી દુનિયાની સૌથી ઝડપી વધતી ટેકનોલોજી કંપની બની ગઈ છે.
અંબાણીએ કહ્યું કે, જિયોના ગ્રાહકો ઈન્ડિયન બ્રોડબેન્ડ યૂઝર્સ કરતાં 25 ઘણું વધારે ડેટા યૂઝ કરી રહ્યાં છે. રિલાયન્સ જિયોની ફ્રિ કોલિંગ અને ડેટા સર્વિસ 31 ડિસેમ્બરે સમાપ્ત થઈ રહી હતી.
5 સપ્ટેમબરથી શરૂ છે Jioની સર્વિસ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 1 સપ્ટેમ્બરે થયેલી 42nd એન્યુઅલ જનરલ મીટિંગમાં મુકેશ અંબાણીએ 4G સર્વિસ જિયો લોન્ચ કરી હતી. 5 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ સર્વિસમાં ગ્રાહકોને ડેટા, એસએમએસ અને વોઈસ કોલ જેવી સુવિધા 31 ડિસેમ્બર સુધી ફ્રિ આપવાની જાહેરાત કરી હતી. જેથી અત્યાર સુધી જિયોએ 5 કરોડ ગ્રાહકો બનાવી લીધા છે. મુકેશ અંબાણીએ દાવો કર્યો છે કે, જિયો ડેટા પ્લાન દુનિયાનો સૌથી સસ્તો પ્લાન હશે
0 ટિપ્પણીઓ