ગુજરાત આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી વિશે રસપ્રદ માહિતી

ઈસુદાન ગઢવી ની પત્રકારત્વથી લઇને રાજકારણ સુધીની સફર

ગુજરાત આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી કે જેઓ જામખંભાળિયા તાલુકાના પિપળીયા ગામના વતની છે. તેમના પિતા ખેરાજ ભાઇ ગઢવી એક સામાન્ય ખેડૂત હતા. ઈસુદાન ગઢવીએ ૨૦૦૫ માં જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ તેઓ દૂરદર્શનનાં 'યોજના' નામના કાર્યક્રમમાં જોડાયા હતા. ૨૦૦૫માં હૈદરાબાદ ખાતે તેઓ ઈ ટીવી ગુજરાતીમાં જોડાયા હતા. ૨૦૦૭ થી ૨૦૧૧ દરમિયાન તેઓએ પોરબંદરમાં ઈ ટીવી ગુજરાતીના પત્રકાર તરીકે કામ કર્યું હતું. ૨૦૧૧ થી ૨૦૧૫ દરમ્યાન ઈસુદાન ગઢવી એ ન્યુઝ ચેનલમાં પોલિટિકલ અને ગવર્નન્સ રીલેટેડ સ્ટેટ બ્યુરો ચીફ તરીકે ગાંધીનગર માં જોડાયા હતા. બાદમાં ૨૦૧૫ માં વી ટીવીમાં તેઓ ગુજરાતી મીડિયાનાં સૌથી યુવા ચેનલ હેડ તરીકે જોડાયા હતા.

ઈસુદાન ગઢવી

મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર ખેલાડી કિરોન પોલાર્ડે IPL માંથી નિવૃત્તિ લીધી

૧૪ જુલાઈ ૨૦૨૧ ના રોજ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા

ઈસુદાન ગઢવી કે જેઓ નેતા બનતા પહેલા એક પત્રકાર હતા. તેઓ ૧૬ વર્ષ સુધી પત્રકારત્વ સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતના લોકપ્રિય એન્કર તેમજ ખેડૂત વર્ગ માં પત્રકાર તરીકે ભારે ચાહના ધરાવતા હતા. એમાંય તેમનો રાત્રિના ૮ થી ૯ વાગ્યાનો 'મહામંથન' શો લોકોમાં ભારે લોકપ્રિય હતો. ઈસુદાન ગઢવીએ પોતાના પ્રાઇમ ટાઇમ કાર્યક્રમ 'મહામંથન'થી ગુજરાતની જનતાના દિલ જીતી લીધા હતા. ઈસુદાન ગઢવીએ પોતાની સ્પષ્ટ છબીના કારણે ગુજરાતનાં દરેકે દરેક ગામડા સુધી પોતાની આગવી ઓળખ બનાવી હતી. જોકે બાદમાં તેઓએ વી ટીવીના એડિટર પદેથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીનું ઝાડુ પકડ્યું હતું. ૧ જુલાઈ ૨૦૨૧ ના ​રોજ તેઓએ ન્યુઝ ચેનલના એડિટર પદેથી રાજીનામું આપ્યા બાદ ૧૪ જુલાઈ ૨૦૨૧ ના રોજ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ત્યારે ખુદ અરવિંદ કેજરીવાલે ટ્વિટર દ્વારા તેઓ ને પાર્ટીમાં આવકાર્યા હતા. આ સાથે કેજરીવાલે કહ્યું હતું કે, 'ઈસુદાન ગુજરાત ના કેજરીવાલ છે.'

ગુજરાત ભાજપે વધુ 12 ઉમેદવારોની કરી જાહેરાત, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ 

જામખંભાળિયાથી ચૂંટણી લડશે ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં ઉમેદવારોની ૧૫ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા એવા ઈસુદાન ગઢવી જામખંભાળિયાથી ચૂંટણી લડશે. તથા દ્વારકા બેઠક પરથી નકુમ લખમણભાઇ બોઘાભાઇને ટિકિટ અપાઈ છે. બીજી બાજુ જામખંભાળિયા બેઠક પરથી ભાજપે મુળભાઈ બેરાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે વિક્રમ માડમને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. મહત્વનું છે કે, તેઓને આમ આદમી પાર્ટીએ ગુજરાત આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.   આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી પદના ચહેરા પર અંતિમ મહોર મારી છે.

ગુજરાતની આ બેઠક પર 32 વર્ષથી હાર્યો નથી આ ઉમેદવાર, જાણો આ કોણ છે આ ઉમેદવાર 

સર્વેમાં ઈસુદાનને મળ્યા હતા ૭૩ ટકા મત

આમ આદમી પાર્ટી દ્વારા ઈસુદાન માટે દ્વારકા અને ખંભાળિયા બેઠક પર સર્વે કરાયો છે. આ સર્વેમાં ઈસુદાન ગઢવીની તરફેણમાં ખંભાળિયાના સમીકરણો જોવા મળી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવા માટે વોટ્સએપ પોલ કરાવ્યો હતો. જેમાં ઈસુદાન ગઢવીને ૭૩ ટકા મત મળતાં ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. આ અગાઉ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા ને સુરતની કતારગામ બેઠક પરથી જ્યારે પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાને કરંજ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જોકે આ અંગે સત્તાવાર જાહેરાત બાકી છે.


WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!